દિલ જીતી લીધું સુપ્રિયા સુલેએ, અજિત પવાર - આદિત્ય ઠાકરે અને ફડણવીસનું આ રીતે કર્યું વેલકમ

દિલ જીતી લીધું સુપ્રિયા સુલેએ, અજિત પવાર - આદિત્ય ઠાકરે અને ફડણવીસનું આ રીતે કર્યું વેલકમ
New Update

સુપ્રીમ કોર્ટના આદેશ બાદ મહારાષ્ટ્ર વિધાનસભાના પ્રોટેમ સ્પીકરને નિયુક્ત કર્યા બાદ આજે સવારે 8 વાગ્યાથી વિધાનસભનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું હતું. દરમિયાન કેટલીક એવી પળો કેમેરા કેદ થઈ હતી. જે છેલ્લા ત્રણ દિવસ થી મહારાષ્ટ્રની રાજનીતિ પર લાગેલા જખમ પર મરહમ સાબિત થઈ શકે છે.

publive-image

મહારાષ્ટ્રમાં ત્રણ દિવસની રાજકીય ગરબડ બાદ શિવસેના

પ્રમુખ ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વમાં મહારાષ્ટ્રમાં નવી સરકાર બનાવવાની તૈયારી શરૂ થઈ

ગઈ છે.  એક તરફ ઉદ્ધવ ઠાકરે રાજ્યપાલને મળવા રાજભવન ગયા, તો બીજી તરફ

વિધાનસભાના વિશેષ સત્રનો પ્રારંભ થયો હતો. નવા ચૂંટાયેલા પ્રોટેમ સ્પીકર કાલિદાસ

કોલંબકર દ્વારા વિધાનસભાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. વિધાનસભા સત્ર શરૂ થાય

એ પહેલા એનસીપીના પ્રમુખ શરદ પવારની પુત્રી સુપ્રિયા સુલે

ચૂંટાયેલા નવા ધારાસભ્યોને આવકારતા જોવા મળ્યા હતા.  નવા ધારાસભ્યોએ આજે ધારાસભ્ય પદ અને ગોપનીયતાના શપથ લીધા હતા.

સુપ્રિયા સુલે વિધાનસભા ભવનના દ્વાર પર એનસીપી, શિવસેના, કોંગ્રેસ અને અન્ય

પક્ષોના ધારાસભ્યોનું સ્વાગત કરતા જોવા મળી હતી.  પરંતુ તેમના

સ્વાગતમાં સૌથી ખાસ ક્ષણ તેમના પિતરાઇ ભાઇ અજિત

પવારને ગળે લગાવવાનો અને પછી ઉદ્ધવ ઠાકરેના પુત્ર અને

પ્રથમ વખતના ધારાસભ્ય આદિત્ય ઠાકરેને આશીર્વાદ આપવાનો હતો.

અજિત પવારથી ગળે મળીને સુપ્રિયા

સુલેએ તેમનું સ્વાગત કર્યું અને કહ્યું કે જીવનમાં ક્યારેક સારા દિવસો હોય છે, તો ક્યારેક ખરાબ… થોડું ખાટુ મીઠું ચાલ્યા કરે છે. આ તેમનું જ ઘર છે, આવકાર જેવી કોઈ

વસ્તુ નથી.

ત્યાર બાદ, સુપ્રિયા સુલેએ

પૂર્વ સીએમ અને મહારાષ્ટ્રમાં ભાજપનો સૌથી મહત્વપૂર્ણ ચહેરો બની ચૂકેલા દેવેન્દ્ર ફડણવીસનું પણ સ્વાગત કર્યું હતું, અને તેમની સાથે હસતાં હસતાં વાત કરી હતી.  આ દરમિયાન દેવેન્દ્ર

ફડણવીસ પણ ખુશ દેખાઈ રહ્યા હતા. અને સરકાર જવાની ઉદાસી તેમના ચહેરા પર દેખાઈ ન

હતી.

શનિવારે અજિત પવારે દેવેન્દ્ર ફડણવીસ સાથે શપથ લીધા

ત્યારે બધાને આશ્ચર્ય થયું હતું.  ભાજપ દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે

અજિત પવારની સાથે એનસીપીના ઘણા ધારાસભ્યો છે અને તેમની પાસે બહુમતી છે.  પરંતુ મંગળવારે આખી

રમત પલટાઈ ગઈ હતી અને અજિત પવારે અગાઉ જ નાયબ મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું હતું.

આ સાથે જ તમને જણાવી દઈએ કે, ઉદ્ધવ ઠાકરે 28 નવેમ્બરના રોજ સાંજે

5.30 વાગ્યે મુખ્યમંત્રી પદના શપથ લેશે. રાજકીય ઇતિહાસમાં આ પહેલીવાર હશે જ્યારે

કોઈ શિવસેનાના નેતા મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બનશે.

#Maharashtra #politics #Indian Politics
Here are a few more articles:
Read the Next Article