સુરત : કુદસદ ગામે 1100 દિપક પ્રગટાવી રામ મંદિરના શિલાન્યાસને આવકાર

New Update
સુરત : કુદસદ ગામે 1100 દિપક પ્રગટાવી રામ મંદિરના શિલાન્યાસને આવકાર

અયોધ્યામાં રામ મંદિરનું આજરોજ ભૂમિપૂજન થતા કુડસદ ખાતે વંદે માતરમ ગ્રુપ દ્વારા 1100 દીવડા પ્રગટાવી ઉજવણી કરવામાં આવી હતી.

છેલ્લા 500 વર્ષથી આ ભારતવર્ષ જે ઐતિહાસીક ક્ષણની રાહ જોઈ રહ્યુ હતું. એ ઐતિહાસીક ક્ષણ આજે આવી છે. આજે અયોધ્યામાં ભગવાન શ્રી રામના મંદિર નિર્માણ માટે દેશના વડાપ્રધાનએ અયોધ્યા ખાતે જઈ શિલાન્યાસ કર્યો હતો. ત્યારે આખો દેશ આજના દિવસની દિવાળી જેમ ઉજવણી કરી રહ્યો છે. ત્યારે કીમના વંદે માતરમ ગ્રુપ પણ આ ઐતિહાસીક દિવસના સહભાગી થયો હતો.  વંદે માતરમ ગ્રુપ દ્વારા કુડસદના સાંઈલીલા કોમ્પ્લેક્સના પટાંગણમાં ભગવાન શ્રી રામની વિશાળ ચિત્ર દોરી તેમાં 1100 જેટલા દીવડા પ્રગટાવી ભગવાનને નિવેધ ધરાવ્યો હતો. સાંજના સમયે આ વિસ્તારનું વાતાવરણ જય શ્રી રામ ના નારાથી ગુંજી ઉઠ્યું હતું. અને લોકો ભક્તિમય થયા હતા.

Latest Stories