કોરોનાથી સાજા થયેલ દર્દીઓમાં હવે ફુગજન્ય ગણાતો મ્યુકોરમાઇકોસીસનો રોગ જોવા મળી રહયો છે. આ બિમારીથી સુરતમાં વધુ બે દર્દીઓના મોત થયાં છે. આ બંને સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર લઇ રહયાં હતાં.
આ દર્દીઓમાં એક નર્મદા જિલ્લાનો તથા એક વેલાન્જા ગામનો રહેવાસી છે. બે દર્દીઓના મોત બાદ સુરતમાં મ્યુકોરમાઇકોસીસના રોગથી મૃત્યુ પામનારા દર્દીઓની સંખ્યા 10 પર પહોંચી છે. નવી સિવિલ હોસ્પિટલમાં 07 અને સ્મીમેર હોસ્પિટલમાં 03 દર્દીઓના મોત થઇ ચુકયાં છે. નવી સિવિલ હોસ્પિટલમાં 27 દર્દીઓની સર્જરી કરાય છે.
સુરત માં નવીસીવીલ અને સ્મીમેર હોસ્પિટલ મળી અત્યાર સુધી કુલ 175 દર્દી નોંધાયાં છે. સિવિલમાં હાલ 76 અને સ્મીમેર હોસ્પિટલમાં 30 દર્દીઓ સારવાર હેઠળ હોવાની માહિતી આરોગ્ય વિભાગ તરફથી મળી છે.