• ATM ક્લોનિંગ અને બોગસ POS મશીન દ્વારા થતી છેતરપિંડી

  • સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા ગેંગના 3 સાગરીતોની ધરપકડ

  • આરોપીઓ બોગસ દસ્તાવેજોના આધારે આચરતા છેતરપિંડી

  • બેંક પાસેથી POS મશીન મેળવી લોકોના ATM કાર્ડ ક્લોન કરતાં

  • લાખો રૂપિયાની હેરાફેરી કરતાં હોવાનું તપાસમાં સામે આવ્યું 

સુરત શહેર તથા જીલ્લામાં લોકો સાથે ATM ક્લોનિંગ અને બોગસ POS મશીન દ્વારા છેતરપિંડી કરતી ગેંગના 3 સાગરીતોની સાયબર ક્રાઇમ પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સુરત જીલ્લામાં છેલ્લા ઘણા સમયથી ગરીબ તેમજ મધ્યમ વર્ગના લોકો સાથે ATM ક્લોનિંગ અને બોગસ POS મશીન દ્વારા છેતરપિંડી કરતી ગેંગનો પોલીસે પર્દાફાશ કર્યો છે. ATM ક્લોનિંગ એ એક સાયબર ફ્રોડ છે. જેમાં ગુનેગારો ATM મશીન પર છુપાયેલા સ્કિમર‘ મશીનનો ઉપયોગ કરીને કોઈપણ વ્યક્તિના કાર્ડની માહિતી અને પિન ચોરી લે છે.

આ ડેટાનો ઉપયોગ કરીને ડુપ્લિકેટ કાર્ડ બનાવવામાં આવે છેઅને બેંક ખાતામાંથી પૈસા ઉપાડી લેવામાં આવે છેત્યારે સુરતમાં ATM ક્લોનિંગ અને બોગસ POS મશીન દ્વારા લોકો સાથે છેતરપિંડી કરતી ગેંગ પોલીસના હાથે ઝડપાઇ છે. સુરત સાયબર ક્રાઇમ પોલીસે આ ગેંગના 3 સાગરીતોને ઝડપી પાડ્યા છે. આ આરોપીઓ બોગસ દસ્તાવેજોના આધારે બેંક પાસેથી POS મશીન મેળવી લઈ લોકોના ATM કાર્ડ ક્લોન કરીને લાખો રૂપિયાની હેરાફેરી કરતાં હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.