/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2021/04/22121053/maxresdefault-161.jpg)
સુરતના સીંગણપોર ખાતે આવેલા કોવીડ કેર સેન્ટરમાં એક 90 વર્ષીય દાદીને સારવાર અર્થે લાવવામાં આવ્યા હતા. પરંતુ અહીની સેવા ચાકરીથી દાદી એટલા ખુશ થયા હતા કે ડીસ્ચાર્જના સમયે તેઓએ ઘરે જવાની જ ના પાડી દીધી હતી અને ત્યાં જ રહેવાની જીદ્દ પકડી લીધી હતી. જેથી કોવીડ કેર સેન્ટરમાં તબીબો અને દાદીના પરિવારજનો વચ્ચે લાગણીસભર દ્રશ્યો પણ સર્જાયા હતા.
મુળ જામનગરના વતની અને હાલમાં વડોદરા રહેતા 90 વષઁના જગીબેનના ધરના 11 સભ્યો કોરોના સંકમ્રીત થતા દાદીને સુરત ખાતે પાલનપુર જકાતનાકા પાસે રહેતી તેની દિકરીના ધરે લાવવામાં આવ્યા હતા. પણ તેમની દિકરીના ધરના સભ્યો પણ કોરોના સક્રમીત થતા 6 દિવસ પહેલા સીંગણપોર ખાતે આવેલા કોવીડ કેર સેન્ટરમાં તેઓને લાવવામાં આવ્યા હતા. અહી આવેલા દાદીની અહીના તબીબો, સ્ટાફ અને આપના કાર્યકર્તાઓએ ખુબ સેવા ચાકરી કરી હતી અને ધર જેવુ વાતાવરણ પુરુ પાડ્યુ હતું અને દાદી સંપુણઁ સ્વસ્થ થઇ ગયા હતા.
બાદમાં ડોક્ટરની સુચનાથી દાદીને ડીસ્ચાર્જ કરવાનો સમય આવ્યો હતો. ત્યારે દાદીએ કહ્યું હતું કે મને ઘરે નથી જવું, અહીં જ રાખો, અહીં ઘર જેવો જ માહોલ છે, જે મને ગમે છે. હું અહી જ રહેવાની છું. દાદી સ્વસ્થ થતા તેઓના પૌત્ર જિતેન્દ્રભાઈને તેડવા માટે બોલાવ્યા હતા અને દાદીએ ઘર ન જવાની જીદ પકડી હતી. પરંતુ આખરે રીપોર્ટ કરાવવાનો છે કહી દાદીને ઘરે મોકલવામાં આવ્યા હતા. દાદીના આ શબ્દોથી ત્યાં સેંટરમાં લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા.