સુરત : ઓલપાડના સાંધીએર ગામના ખેડૂતે કાળા ઘઉંની કરી સફળ ખેતી, જુઓ શું હોય છે વિશેષતા

New Update
સુરત : ઓલપાડના સાંધીએર ગામના ખેડૂતે કાળા ઘઉંની કરી સફળ ખેતી, જુઓ શું હોય છે વિશેષતા

ઓલપાડ તાલુકાના સાંધીએર ગામના ખેડૂતે કાળા ઘઉંની સફળ ખેતી કરી મબલખ ઉત્પાદન મેળવ્યું છે.

આમ તો સુરત જિલ્લાના ખેડૂતો મોટાભાગે શેરડી અને ડાંગરની કરતા હોય છે પણ છેલ્લા એક બે વર્ષથી હવે ખેડૂતો અલગ અલગ ખેતી તરફ વળી રહ્યા છે ત્યારે ઓલપાડ તાલુકાના સાંધીએર ગામના વિરલ પટેલ નામના ખેડૂતે કાળા ચોખાની સફળ ખેતી કર્યા બાદ હાલ કાળ ઘઉંની ખેતી કરી છે.  વિરલભાઈએ  પોતાના દોઢ વિઘાના ખેતરમાં વાવેલ કાળા ઘઉંનો પાક તૈયાર થઈ જતા તેને મશીનથી કાપણીની કામગીરી હાથ ધરી છે.

આ અંગે ખેડૂતે જણાવ્યુ હતું કે શોશ્યલ મીડિયાના માધ્યમથી તેમને કાળા ઘઉંની ખેતી કરવાનો વિચાર આવ્યો હતો. કાળા ઘઉંના ઉપયોગથી બ્લડ પ્રેશર સહિતની બીમારીઓમાંથી રાહત થાય છે તો સાથે જ રોગ પ્રતિકારક શક્તિ પણ વધે છે.  સામાન્ય ઘઉંની સરખામણીએ કાળા ઘઉનો ભાવ વધુ મળે છે.

Latest Stories