/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/09/06125819/WhatsApp-Image-2020-09-06-at-12.38.43-PM-1-e1599377308522.jpeg)
સુરતના મગદલ્લા ગામમાં આવેલી અને હાલમાં કવોરન્ટાઇન કરાયેલી છે તેવી ભૈયા ભાઇની સ્ટ્રીટમાં એક મકાનમાંથી વિદેશી યુવતીનો સળગેલી હાલતમાં મૃતદેહ મળી આવતાં રહસ્યના તાણાવાણા સર્જાયાં છે.
મગદલ્લા ગામમાં આવેલી ભૈયાભાઈ સ્ટ્રીટમાં નગીન પટેલે પોતાનું મકાન ભાડે આપ્યું છે. જેમાં થાઈલેન્ડની મીમ્મી નામની યુવતી ભાડે રહેતી હતી. ગત રોજ મિમ્મીને રાત્રે 8:30 કલાકે ઘર નજીક રહેતી બહેનપણીને મળીને ઘરે કોઈ છોડી ગયું હતું. હાલ આ સ્ટ્રીટ ક્વોરન્ટીન છે અને પોલીસ સીસીટીવી આધારે તપાસ કરી રહી છે. જોકે, ઘરમાં બહારથી દરવાજે તાળું મારવાની વાત બહાર આવતા પોલીસે પણ યુવતીના મોતને લઈ શંકા વ્યક્ત કરી છે.આ મકાનમાં સ્પામાં કામ કરતી યુવતીઓ ભાડે રહે છે અને યુવતીઓની અવર જવર રહે છે. જ્યારે આ મૃતક યુવતી થાઈલેન્ડની અને સ્પામાં કામ કરતી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.