સુરત : જુઓ, બારડોલી તાલુકાનું કયું ગામ છે જેનો વિકાસ જોઈ આપ પણ કહેશો “વૈભવી” ગામ..!

New Update
સુરત : જુઓ, બારડોલી તાલુકાનું કયું ગામ છે જેનો વિકાસ જોઈ આપ પણ કહેશો “વૈભવી” ગામ..!

આજે આપણે એક એવા વૈભવી ગામની વાત કરીશું જે, શહેરના વિકાસથી ઓછી નથી. જેટલી સુવિધાઓ શહેરમાં હોય છે, એટલી જ સુવિધા આ ગામમાં છે, તો ક્યાં જીલ્લામાં આવ્યું છે, આ ગામ. અને કયું છે આ ગામ... તો, આવો જાણીએ અમારો વિશેષ અહેવાલ... “વૈભવી” ગામ...

વનરાજી, રળીયામણા બગીચા, હરિયાળું કોલેજ કેમ્પસ સરદાર વલ્લભભાઈ પટેલની વિશાળ પ્રતિમા સાથે સુંદર તળાવ અને એની આસપાસ ખુશ્બૂનિય વાતરવણ જાણે શહેરના કોઈ ભવ્ય રિસોર્ટ કે, વૈભવસાળી સોસાયટી હોય તેવું લાગે છે. અહીંયા દરેક સોસાયટીને પોતાનું પ્રેવેશ દ્વાર છે. પાકા રોડ સાથે જાહેર રસ્તાઓ ઉપર સ્ટ્રીટ લાઈટ છે. જાહેર માર્ગોની સાફ સફાઈ અને ઘરે ઘરેથી કચરો એકત્રિત કરવાનું કામ અહીં નિયમિતપણે થાય છે. ગંદા પાણીના નિકાલ માટે અહીંયા ડ્રેનેજ લાઈન છે. અહીં ગ્રામજનોના ઘરે સ્વચ્છ પાણી પહોંચી રહે તે માટે ગામમાં મોટો ફિલ્ટર પલાન્ટ મુકવામાં આવ્યો છે. મોટા મોટા શહેરમાં લોકોને જે સુવિધા આપવામાં આવે છે, તેવી સુવિધાઓ આ ગામમાં છે. ગામના દીકરા-દીકરીઓને શિક્ષણ પ્રાપ્ત કરવા બહાર ન જવું પડે તે માટે ગામમાં જ તમામ પ્રકારના વિદ્યા શાખાના ઉચ્ચ શિક્ષણ આપવા માટે 6 માળનું બિલ્ડીંગ બનાવામાં આવ્યું છે. અહીં રહેનાર એક પણ લોકો જાહેરમાં શોચક્રીયા કરતા નથી. શહેરના ફ્લેટ અને બંગલાઓમાં રહેતા શહેરનીજનોની જેમ રહેતા ગામલોકોને જોતા તમને એવું લાગશે કે, આ કોઈ વિકસિત અને સુવિધાઓથી સજ્જ શહેરના દ્રશ્યો છે. પરંતુ આ દ્રશ્યો છે, સુરત જિલ્લાના બારડોલી તાલુકાના બાબેન ગામના.

બારડોલી તાલુકાના બાબેન ગામ 5000 ખોરડા અને 15000થી વધુ વસ્તી ધરાવતું ગામ છે. અહીંયા જિન અને ખાંડ મિલમાં રોજગારી મેળવવા બહારના ઘણા રાજ્યોમાંથી પરપ્રાંતીય લોકો પણ આવીને વસેલા છે. એશિયામાં સૌથી વધુ ખાંડ ઉત્પાદન કરતી સુગર ફેકટરી પણ બાબેન ગામમાં આવેલી છે. ગામલોકોને સાથ સહકાર થકી અને વર્ષ 2007થી ગામના સરપંચ પદે સેવા કરતા ભાવેશ પટેલની આવડતના લીધે જોતજોતામાં જ બાબેન ગામની કાયા પલટી ગઈ છે. વર્ષ 2007 પછી ગામમાં એવું પરિવર્તન આવ્યું છે કે, એક સામાન્ય ગામ હવે સ્વર્ણિમ ગામ બની ગયું છે. મૂળ બાબેનના અને વિદેશમાં વસતા NRI લોકો તેમજ સરકારના સાથ સહકાર થકી ગામમાં ઘરે ઘરે શૌચાલય, શુદ્ધ પીવાના પાણીની વ્યવસ્થા તેમજ રોડ રસ્તા બન્યા ત્યારે ટૂંક સમયમાં ગામનો વિકાસ થતા હાલ ગામલોકોને પણ ગર્વ થાય છે કે, તેઓ બાબેન ગામના રહેવાસી છે.

વર્ષ 2007માં સરપંચ પદે બેસતા જ ભાવેશ પટેલે બાબેન ગામને સ્વચ્છ બનવાનો સંકલ્પ લીધો હતો. તેઓએ ગામમાં ઘરે ઘરે શૌચાલય બનવાનું કામ કર્યું તેમજ સરકારની અલગ અલગ એજન્સીઓની મદદથી ગામમાં ખૂટતી સુવિધાઓ પુરી કરી, ત્યારે ગામના વિકાસની ગુજરાત સરકાર તેમજ કેન્દ્ર સરકારે પણ નોંધ લીધી છે. અત્યાર સુધી રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકાર દ્વારા બાબેન ગામને અનેક એવોર્ડ પણ આપવામાં આવ્યા છે. જેમાં સ્વર્ણિમ પુરસ્કાર એવોર્ડ, નિર્મળ ગ્રામ પંચાયત એવોર્ડ, શેષ્ઠ ગ્રામ પંચાયત એવોર્ડ સહિતના અનેક એવોર્ડ ગામને મળી ચુક્યા છે. ગામના વિકાસ પાછળ જો કોઈનો સિંહફાળો રહ્યો હોય તો તે છે, ગામલોકોનો. ગામનો વિકાસ અટકી ન જાય તે માટે ગામલોકો નિયમિત પોતાની ફરજ સમજી સામેથી જ ગ્રામ પંચાયતનો વેરો ભરી દે છે. ગ્રામ પંચાયત દ્વારા પણ સરકારની કોઈપણ યોજનાથી ગામલોકો વંચિત ન રહી જાય તે માટે પણ ગામમાં રીક્ષામાં લાઉડ સ્પીકર લગાવી તેમજ જાહેર સ્થળો પર બેનર મારી સરકારની યોજનાનો લાભ લેવાની અપીલ કરવામાં આવે છે. એટલે જ કહેવાય છે કે, સમગ્ર ગામનો સુંદર વિકાસ થતા ગ્રામજનો પણ બાબેન ગામના વતની હોવાનો ગર્વ અનુભવી રહ્યા છે.

Latest Stories