સુરત જિલ્લાના બારડોલીમાં આવેલ સરદાર મ્યુઝિયમથી CISFના 15 જવાનોએ બારડોલીથી કેવડિયા સ્ટેચ્યું ઓફ યુનિટી સુધી કુલ 185 કિલોમીટરની સાયકલ માર્ચ યોજી હતી. “એક ભારત શ્રેષ્ઠ ભારત” અને કોરોના સામે લોકજાગૃતિના સંદેશ સાથે CISFના 15 જવાનો દ્વારા સાયકલ માર્ચ કાઢવામાં આવી હતી.
લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની આગામી તા. 31 ઓક્ટોબરે જન્મજ્યંતી છે, ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલની કર્મભૂમિ એવા બારડોલીના સ્વરાજ આશ્રમ ખાતે આવેલા સરદાર મ્યુઝિયમથી CISFના જવાનો દ્વારા સાયકલ માર્ચ યોજવામાં આવી હતી. જેમાં 15 જેટલા સાયકલીસ્ટ જવનોએ ભાગ લીધો હતો હતો. જોકે આગામી તા. 31મી ઓક્ટોબર સુધી સાયકલ માર્ચને સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે લઈ જવાનું લક્ષાંક છે, ત્યારે CISFના જવાનોનો ઉત્સાહ વધારવા માટે કેબિનેટ મંત્રી ઈશ્વરસિંહ પરમાર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
જોકે CISFના જવાનો દ્વારા આ કાર્યક્રમનો મુખ્ય હેતુ “અખંડ ભારત શ્રેષ્ઠ ભારત” તેમજ હાલ દેશમાં ચાલી રહેલા કોરોના વાયરસ સામે લોકોમાં જાગૃતિ લાવવાના ઉમદા હેતુથી સાયકલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે. બારડોલીથી કેવડિયા સુધીમાં આવતા તમામ ગામોમાં આ સાયકલીસ્ટો દ્વારા લોકોમાં જાગૃતિ લાવવાનો અનોખો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. જોકે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી તા. 31મી ઓક્ટોબરના રોજ કેવડીયા આવવાના છે, ત્યારે CISFના જવાનો પણ લોકજાગૃતિના સંદેશ સાથે કેવડીયા પહોચવા જઈ રહ્યા છે.