સુરત: એક સપ્તાહ સુધી લોકડાઉન કરવાની માંગ, જુઓ કોણે લખ્યો CMને પત્ર

New Update
સુરત: એક સપ્તાહ સુધી લોકડાઉન કરવાની માંગ, જુઓ કોણે લખ્યો CMને પત્ર

સુરતમાં કાપડ માર્કેટોની અગ્રણી સંસ્થા ફોસ્ટાએ કાપડ વેપારીઓ સાથે મીટીંગ કર્યા બાદ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખી સુરત શહેરમાં એક સપ્તાહ સુધી લોકડાઉન લગાવવામાં આવે તેવી માંગ કરી છે.

સુરતમાં કોરોનાનું સંક્મ્રણ વધ્યું છે અને રોજના રેકોર્ડ બ્રેક કેસો સામે આવી રહ્યા છે. આ ઉપરાંત કાપડ માર્કેટોમાં પણ વેપારી, કર્મચારીઓ અને બહારથી આવતા લોકો સંક્રમણનો ભોગ બની રહ્યા છે ત્યારે સુરતમાં કાપડ માર્કેટ દ્વારા શનિ અને રવિવારે માર્કેટ બંધ રાખવાનો નિર્ણય કાપડ માર્કેટોની અગ્રણી સંસ્થા ફોસ્ટા દ્વારા લેવાયો હતો.

પરંતુ હવે કાપડ વેપારીઓ સાથે મીટીંગ કર્યા બાદ ફોસ્ટાએ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખી સુરત શહેરમાં એક સપ્તાહ સુધી લોકડાઉન લગાવવામાં આવે તેવી માંગ કરી હતી. આ ઉપરાંત પત્રમાં દવા, ઇન્જેક્શન અને હોસ્પિટલોમાં તમામ સુવિધાઓ આપવા પણ માંગ કરવામાં આવી છે.

Latest Stories