સુરત: કોંગી મહીલાઓએ વિવિધ આક્ષેપ સાથે પોલીસનો સપોર્ટ ના મળ્યાની કમિશ્નરને કરી રજૂઆત

New Update
સુરત: કોંગી મહીલાઓએ વિવિધ આક્ષેપ સાથે પોલીસનો સપોર્ટ ના મળ્યાની કમિશ્નરને કરી રજૂઆત

સુરતમાં કલેકટર કચેરી ખાતે ફોર્મ ભરતી વેળાએ ભાજપ અને કોંગ્રેસની મહિલાઓ અને સામસામે આવી ગઈ હતી. જેમાં કોંગ્રેસની મહિલાઓનો આરોપ છે કે ભાજપના કાર્યકરો દ્વારા મહિલાના જાહેરમાં કપડાં ફાડવામાં આવ્યા હતા તે સમય પોલીસનો કોઈ સ્પોટ મળ્યો ન હતો તેવા આક્ષેપો સાથે મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો પોલીસ કમિશનરને રજુઆત માટે પહોંચ્યા હતા.

સુરતમાં ગુરૂવાર ના રોજ ઉમેદવાર ફોર્મ ભરતી વેળા એ કલેકટર કચેરી ખાતે ભાજપ અને કોંગ્રેસ ની મહિલાઓ આમને સામને આવી ગઈ હતી જેમાં કોંગ્રેસ ના મહિલા કાર્યકરના બીજેપી ના કાર્યકરો દ્વારા છુટા હાથ ની મારામારી અને કપડાં પણ ફાડી નાખવામાં આવ્યા હોવાના આક્ષેપો કર્યા હતા આ મામલે ફરિયાદ થઈ છે પણ ફરિયાદમાં છેડતી ની કલમ ન લગાડતા મોટી સંખ્યામાં કોંગ્રેસ મહિલાઓ ન્યાય માટે કમિશનર કચેરી પહોંચી હતી.

જોકે કમિશનર કચેરી કોંગ્રેસીની મહિલાઓ ન પહોંચે તે પહેલાં કચેરી ના ગેટ બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો બાદમાં કોંગ્રેસની પાંચ જેટલા કાર્યકરોને અંદર પ્રવેશ આપવામાં આવ્યો હતો.

Latest Stories