/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2021/04/09155904/maxresdefault-9.jpg)
સુરતના ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાનું સંક્રમણ વધતાં પોલીસ કડકાય સાથે હવે લોકોને જાગૃત કરવાનો પણ પ્રયાસ કરી રહી છે. બાઇક પર સ્પીકર બાંધી કોરોનાની ગાઈડ લાઇનનું પાલન કરવા લોકોને સમજાવવામાં આવી રહ્યું છે.
સુરત ગ્રામ્યમાં કોરોના વકરતા હવે પોલીસ એક્શનમાં આવી છે. ગઈકાલે ગ્રામ્યમાં સરકારી આંકડા પ્રમાણે 200થી વધુ કેશ પોઝિટિવ નોંધાયા હતા. ત્યાર બાદ હવે પોલીસ એક્શન માં આવી છે. ઓલપાડ બાદ કીમ પોલીસે સ્ટાફ સાથે બજારમાં જનજાગૃતિ માટે ફરીથી નીકળી છે. પોલીસ દ્વારા વ્યાપારીઓ અને લોકોને માસ્ક પહેરવા અને સામાજિક અંતર જાળવવા સતત અપીલ કરવામાં આવી રહી છે. બાઇક પર સ્પીકર બાંધી આખા ગામમાં જાહેરાત કરવામાં આવી રહી છે. જન જાગૃતિ નો સંદેશો આપવામાં આવી રહ્યો છે અને તેમ છતાં લોકો જો નિયમો નું પાલન નહિ કરે તો પોલીસ દ્વારા સખત કાર્યવાહી કરવામાં આવશે તેમ પણ જણાવી રહ્યા છે. ત્યારે આજ દ્રશ્યો જોઈને ગતવર્ષની લૉક ડાઉન પરિસ્થિતિ પુનરાવર્તન થઈ રહ્યું હોય એવું લાગી રહ્યું છે.