/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2021/04/08152933/SRT-BARDOLI-AGANISANSKAR.jpg)
કાપડ નગરી સુરતમાં કોરોનાની સ્થિતિએ હદે બદ્તર બની રહી છે કે સુરતના સ્મશાન ગૃહ ફૂલ થઈ જતા મૃતદેહોને બારડોલીના સ્મશાનગૃહમાં લઈ જઈ અંતિમ વિધિ કરવામાં આવશે.
સુરતની સ્થિતિ એટલી હદે વણસી છે કે સ્મશાનગૃહમાં ડેડબોડીના અગ્નિસંસ્કાર માટે નંબર મુજબ ટોકન આપવામાં આવે છે. ટોકન પ્રમાણે જેનો નંબર આવે તેનું નામ જાહેર કરવામાં આવે છે અને પછી તેને અગ્નિદાહ આપવામાં આવે છે. વેઈટિંગ લિસ્ટ અત્યાર સુધી બેથી ચાર કલાકનું હતું, પણ છેલ્લા બે દિવસથી વેઇટિંગ ટાઇમમાં વધારો થયો છે અને આ વેઈટિંગ હવે 8થી 10 કલાકે પહોંચી ગયું છે.
સુરત શહેરમાં કોવિડ-નોનકોવિડથી રોજના સરેરાશ 240 લોકોનાં મૃત્યુ થઇ રહ્યાં છે. સ્મશાનોમાં જગ્યા ખૂટી પડતાં મૃતદેહોને બારડોલી સ્મશાને લઇ જવા પડ્યા છે. પ્રથમ દિવસે છ મૃતદેહની અંતિમવિધિ બારડોલીમાં કરવામાં આવી હતી. બારડોલીમાં એકતા ટ્રસ્ટ સહિતની સંસ્થાઓ આ માટે આગળ આવી છે અને કોવિડ પ્રોટોકોલ અનુસાર મૃતદેહોના અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યા છે.