New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/11/20155302/maxresdefault-230.jpg)
દિવાળીના તહેવાર બાદ સુરતમાં વધી રહેલા કોરોના વાયરસના પોઝિટિવ કેસને લઈ મનપા કમિશનર અને પોલીસ કમિશનર વચ્ચે મિટિંગ યોજાઇ હતી.
દિવાળી બાદ છેલ્લા 4 દિવસમાં સુરત શહેર તથા જિલ્લામાં કોરોનાના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. સુરતમાં કોરોના સંક્રમણનો આંકડો 40 હજારને પાર કરી ગયો છે. નવા વર્ષના દિવસે 120 જેટલા કોરોનાના કેસ નોંધાયા હતા. પરંતુ લાભ પાંચમના દિવસે આ કેસ વધીને 195 સુધી પહોંચી ગયા છે, ત્યારે અમદાવાદમાં કરફ્યુ બાદ હવે સુરત મનપા કમિશનર અને પોલીસ કમિશનર વચ્ચે મિટિંગ યોજાઇ હતી. જેમાં માસ્ક નહિ પહેરનાર અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન નહીં કરનાર પર સખત કાર્યવાહી કરવા ચર્ચા કરાઇ હતી. કોરોનાના નિયમનું પાલન નહીં કરનાર સામે કડક વલણ કરી નિયમ ભંગ કરનાર પાસેથી દંડ પણ વસૂલવા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
Latest Stories