સુરત: રાજકીય આગેવાનની દીકરીના લગ્નપ્રસંગમાં ભીડ ઉમટી, જુઓ વિડીયો વાયરલ થતા પોલીસે શું કરી કાર્યવાહી

New Update
સુરત: રાજકીય આગેવાનની દીકરીના લગ્નપ્રસંગમાં ભીડ ઉમટી, જુઓ વિડીયો વાયરલ થતા પોલીસે શું કરી કાર્યવાહી

સુરત જીલ્લાના  માંગરોળ તાલુકામાં  રાજકીય આગેવાને દીકરીના લગ્નપ્રસંગમાં મોટી સંખ્યામાં ભીડ એકત્રિત કરી  કોરોનાના નિયમોના ધજાગરા ઉડાડયા હતા ત્યારે પોલીસે ચાર લોકો સામે ગુનો દાખલ કર્યો છે તો 2 પોલીસકર્મીને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા છે.

સુરત જીલ્લાના માંગરોળ તાલુકામાં લગ્ન પ્રસંગમાં ભારે ભીડ એકઠી થઇ ડી જે ના તાલે ઝૂમતા હોય એવા વિડીઓ વાઈરલ થયા હતા જોકે તપાસ બાદ આ વિડીઓ વેરાકુઈ ગામના હોવાનું બહાર આવ્યું હતું ,વેરાકુઈ ગામે રેહેતા રાજકીય આગેવાન એવા ઇદ્રીશ મલેકની દીકરીના લગ્ન ને લઇ ગઈકાલે ડી જે પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું અને ભારે ભીડ ભેગી થઇ ગઈ હતી. ઇદ્રીશ મલેક કોંગ્રેસનાં આગેવાન છે જો કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં કોંગ્રેસે તેમણે ટિકિટ ન આપતા તેઓ ભાજપમાં જોડાયા હતા.

તેમની દીકરીના લગ્ન પ્રસંગ દરમ્યાન થયેલ ભીડના વિડીયો વાયરલ થયા હતા જેના પગલે માંગરોળ પોલીસ હરકત માં આવી હતી અને ઇદ્રીશ મલેક સહીત ચાર લોકો દીકરીના કાકા મકસુદ મલેક ,ગીરીશ વસાવા ,અને હરેશ ભાઈ તેમજ અન્ય ૧૦૦ લોકો વિરુદ્ધ એપેડમિક એક્ટ અંતર્ગત ગુનો નોધી ચાર લોકોની અટકાયત કરવામાં આવી છે તેમજ માંગરોળ પોલીસ મથક ના હેડ કોન્સ્ટેબલ હેમંત બાવા ભાઈ તેમજ કોન્સ્ટેબલ સુહાસ શ્રીપદને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

Latest Stories