Connect Gujarat
Featured

સુરત : ડાયમંડ હોસ્પિટલમાં 14 દિવસીય બાળકીનું મોત, શિશુઓ માટે શૈતાન બનતો કોરોના

સુરત :  ડાયમંડ હોસ્પિટલમાં 14 દિવસીય બાળકીનું મોત, શિશુઓ માટે શૈતાન બનતો કોરોના
X

બાળકોમાં કોરોના વાયરસનું સંક્રમણ વધી રહયું છે ત્યારે સુરતમાં માત્ર 14 દિવસીય બાળકી કોરોના સામેનો જંગ હારી ચુકી છે. આ બાળકીનો જીવ બચાવવા માટે પુર્વ મેયર જગદીશ પટેલે પોતાનું પ્લાઝમા ડોનેટ કર્યું હતું.

માતાની કુખેથી જન્મ લઇ દુનિયા જોવાના શમણા સેવતી બાળકી માટે કોરોના યમદુત બની ત્રાટકયો હતો. માત્ર 14 દિવસની બાળકી કોરોનાથી સંક્રમિત થયાં બાદ સારવાર દરમિયાન મોતને ભેટી છે. આપના સ્ક્રીન પર જે બાળકી જોઇ રહયાં છો તેની ઉમંર માત્ર 14 દિવસની છે. માતા-પિતા અને પરિવારના હાથે રમવાના દિવસોમાં બાળકીની આસપાસ ઓકિસજનની પાઇપો સહિતના ઉપકરણો લગાડવામાં આવ્યાં છે અને તેનું કારણ છે કોરોના.

આ બાળકી સુરતની ડાયમંડ હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઇ રહી હતી. માસુમ બાળકીનો જીવ બચી જાય તે માટે સુરતના પુર્વ મેયર ડૉ. જગદીશ પટેલે બાળકીને પ્લાઝમા આપ્યું હતું. પણ કુદરતને બાળકી હસતી રમતી પરત ઘરે જાય તેમ પસંદ ન હોય તેમ સારવાર દરમિયાન બાળકીએ જીવ ગુમાવી દીધો છે. કોરોનાનો નવો સ્ટ્રેઇન ખાસ કરીને નાના બાળકોને ભરડામાં લઇ રહયો હોવાથી વાલીઓ ચિતિંત બની ગયાં છે.

Next Story