/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2021/05/29180750/maxresdefault-149.jpg)
સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં એક બાદ એક કોવિડને લગતી ડુપ્લીકેટ સામગ્રી બનાવાનું કૌભાંડ ઝડપાતું રહું છે. અગાઉ કોરોનાકાળમાં પિંજરત ગામના ફાર્મ હાઉસમાંથી મોટી માત્રામાં ડુપ્લીકેટ રેમડેસિવિર ઇન્જેક્શન બનાવવાનું કૌભાંડ ઝડપાયું હતું, ત્યારે વધુ એકવાર ઓલપાડ તાલુકાની બોલાવ GIDCમાંથી ડુપ્લીકેટ સેનેટાઇઝર બનાવતી ફેકટરી ઝડપાઇ છે.
કીમ પોલીસે બાતમીના આધારે એક ફેક્ટરી રેડ કરી હતી. જ્યાં પહોંચી કીમ પોલીસ પણ સ્તબ્ધ થઈ ગઈ હતી. પોલીસે સ્થળ તપાસ કરતા મોટી માત્રામાં સેનેટાઈઝરની ખાલી તેમજ ભરેલી નાની મોટી બોટલો, રફ મટીરીયલ, મોટા બોક્ષ, કેમિકલ ભરેલ નાના મોટા બેરલો તેમજ એક કેરલા પર્સિંગની ટ્રક મળી આવી હતી. જોકે, આજરોજ તમામ કાર્યવાહી પૂર્ણ થતા ઘટના સ્થળેથી મળી આવેલ નકલી સેનેટાઈઝર તેમજ અન્ય સાધન સામગ્રી મળી કુલ 60 લાખથી વધુનો મુદ્દામાલ હોવાનું બહાર આવ્યું છે.
જોકે, પોલીસને શંકા છે કે, આ સેનેટાઈઝર ગુજરાત બહાર પણ મોકલવામાં આવ્યું હોય જેને લઇ હાલ તપાસ કરવામાં આવી રહી છે.