કેન્દ્ર સરકાર દ્વારા ગ્રોથ હબ તરીકે સુરતનો વિકાસ કરાશે

સુરત ઈકોનોમિક રિજીયન ઈકોનોમિક ડેવલપમેન્ટ પ્લાન

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં પ્લાનનું લોંચિંગ

દ. ગુજરાતના 6 જિલ્લાનો પણ સમાવેશ કરવામાં આવ્યો

વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારતનું નિર્માણ : મુખ્યમંત્રી

કેન્દ્ર સરકાર દ્વારા ગ્રોથ હબ તરીકે સુરત અને તેની આસપાસના નવસારીભરૂચડાંગતાપી તથા વલસાડ જિલ્લાઓને ગ્રોથ હબ‘ તરીકે વિકસાવવાનું આયોજન કરવામાં આવ્યું છેત્યારે ગ્રોથ હબ તરીકે સુરત ઈકોનોમિક રિજીયનના ઈકોનોમિક ડેવલપમેન્ટ પ્લાનનું મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં લોન્ચીંગ કરવામાં આવ્યું હતું.

સુરતમાં માટે આજનો દિવસ ખૂબ અગત્યનો રહ્યો છે. કારણ કેઆજના કાર્યક્રમ થકી દક્ષિણ ગુજરાતના ભાવિ વિકાસનું વિઝન ગ્રોથ હબ સુરત બનશે. ગ્રોથ હબ તરીકે સુરત ઈકોનોમિક રિજીયનના ઈકોનોમિક ડેવલપમેન્ટ પ્લાનનું મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે લોન્ચીંગ કર્યું હતું. ઈકોનોમિક ડેવલપમેન્ટ પ્લાનમાં આર્થિકસામાજિકઔદ્યોગિકશૈક્ષણિકરોડ કનેક્ટિવિટીના વિવિધ વિકાસલક્ષી માપદંડોનો સમાવેશ કરવામાં આવ્યો છેત્યારે કેન્દ્ર સરકાર દ્વારા ગ્રોથ હબ તરીકે સુરત અને તેની આસપાસના નવસારીભરૂચડાંગતાપી તથા વલસાડ જિલ્લાઓને ગ્રોથ હબ‘ તરીકે વિકસાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.

વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારત નિર્માણના વિઝનને સાકાર કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા નીતિ આયોગના નેતૃત્વમાં ભારતમાં સૌથી ઝડપથી વિકસતા મહત્વના શહેરો અને તેની નજીકના વિસ્તારોને ગ્રોથ હબ તરીકે વિકસાવીને મેગા ઈકોનોમિક ગ્રોથ હબ બનાવવાનું આગવું વિઝન છે. સુરતના ડુમસ રોડની લી મેરેડીયન હોટેલ ખાતે યોજયેલા લોન્ચિંગના મુખ્ય કાર્યક્રમ બાદ 6 સેશનમાં ઈકોનોમિક રિજીયનઅર્બનહાયર એજયુકેશનપ્રવાસનસસ્ટેનબિલીટી એન્ડ કલાઈમેન્ટ ચેન્જવિકસિત ભારતનું વિઝનભારત બાઝાર જેવા વિષયો પર સેમિનારો યોજાયો હતો. જેમાં સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંત વકતાઓતજજ્ઞોએ સંબોધન કર્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલનાણા-ઉર્જા મંત્રી કનુ દેસાઈઉદ્યોગ-કુટિર-શ્રમ અને રોજગાર મંત્રી બળવંતસિંહ રાજપુતગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીશિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાવન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશ પટેલનીતિ આયોગના એડિશનલ સેક્રેટરી અન્ના રોયમુખ્યમંત્રીના પ્રિન્સીપલ એડવાઈઝર ડો. હસમુખ અઢિયા સહિત સાંસદોધારાસભ્યોઉદ્યોગ અને સહકારી અગ્રણીઓપદાધિકારી-અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.