સુરત : સાહેલ તાઇના ઘરેથી નકલી ઇન્જેકશન બનાવવાની ફેકટરી ઝડપાય, જુઓ કેવી રીતે ચાલતું હતું કૌભાંડ

સુરત : સાહેલ તાઇના ઘરેથી નકલી ઇન્જેકશન બનાવવાની ફેકટરી ઝડપાય, જુઓ કેવી રીતે ચાલતું હતું કૌભાંડ
New Update

કોરોનાના કપરા સમયમાં દર્દીઓને ટોસિલિજુમેબના ઇન્જેકશન મળી રહયાં નથી તેવામાં ભેજાબાજોએ ટોસિલિજુમેબના નકલી ઇન્જેકશન બનાવવાનું શરૂ કરી દીધું છે. સુરતના સોહેલ તાઇના નિવાસે દરોડો પાડવામાં આવતાં ઇન્જેકશન બનાવવાની નકલી ફેકટરી ઝડપાય છે. 

કોરોનાના દર્દીઓની મજબૂરીનો ફાયદો ઉઠાવીને ટોસિલિજુમેબ નામના મોંઘી કિંમતના ઇન્જેક્શનમાં નફાખોરી બાદ હવે નકલી ઇન્જેક્શન બનાવીને વેચવાનું કૌભાંડ બહાર આવ્યું છે. જે ઇન્જેક્શન વિશ્વમાં એકમાત્ર સ્વિત્ઝરલેન્ડની કંપની બનાવે છે તેવા નકલી ઇન્જેક્શન સુરતનો રહીશ પોતાના ઘરે બનાવતો હતો.

રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ કમિશનર ડો.એચ.જી.કોશિયાએ જણાવ્યું કે અમદાવાદ ભુયંગદેવ ખાતે આવેલી સંજીવની હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દી લત્તાબેન બલદુઆને ડો. દેવાંગ શાહે ટોસિલિજુમેબ 400 એમજીના ઇન્જેકશન લખી આપ્યાં હતાં. દર્દીને ઇન્જેક્શન આપ્યા પછી ગુણવત્તામાં શંકા જતા ફરિયાદ કરાઇ હતી.  તંત્ર દ્વારા તપાસ થતા દર્દીના સગાની પુછપરછમાં ઇન્જેક્શન સાબરમતી વિસ્તારની  મા ફાર્મસી ખાતેથી 1.35 લાખમાં બિલ વગર મેળવ્યા હોવાનું જણાયું હતું. 

આ ફાર્મસીની તપાસ કરાતા તેમણે ચાંદખેડા વિસ્તારના હર્ષ ભરતભાઇ ઠાકોર પાસેથી બિલ વગર 80 હજારમાં 4 બોક્સ ખરીદ્યા હતા. હર્ષ ઠાકોરે આ ઇન્જેક્શન પાલડીના હેપી કેમીસ્ટ એન્ડ પ્રોટીન હાઉસના માલીક નિલેશ લાલીવાલા પાસેથી વગર બિલે 70 હજારમાં 4 બોક્સ ખરીદ્યા હોવાનું જણાવ્યું હતું.આ બોક્સ ખરીદીને હર્ષ ઠાકોરે ઇન્જેક્શનના બોક્સની ડિઝાઇન ફોટોશોપમાં એડિટ કરીને બનાવટી ટોસિલિજુમેબનું નામ લખ્યું હતું. લાલીવાલાએ આ ઇન્જેક્શન સુરત ખાતેથી સોહેલ ઇસ્માઇલ તાઇ નામના વ્યક્તિ પાસેથી ખરીદ્યા હોવાનું જણાવતા અધિકારીઓએ સુરતમાં ઇસ્માઇલ તાઇના ઘરે દરોડો પાડતાં ફીલીંગ મશીન, સીલીંગ મશીન, કોડીંગ મશીન, રો મટીરીયલ, પેકીંગ મટીરીયલ મળી આવ્યા હતા. જેથી આ તમામ સાથે કુલ 8 લાખનો મુદ્દામાલ જપ્ત કરીને અન્ય ઇન્જેક્શન તપાસ માટે કબ્જે લેવામાં આવ્યા છે.

#surat police #Surat News #Fake injection factory #Fake Medicine
Here are a few more articles:
Read the Next Article