/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2021/04/08130541/SRT-KHATAR-BHAV.jpg)
સરકાર દ્વારા ખાતરના ભાવમાં વધારો કરવામાં આવતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. સરકાર એક તરફ ખેડૂતોની આવક બમણી કરવાના વાયદા કરી રહ્યું છે જેની સામે ખર્ચા બમણા થઈ ગયા હોવાનું સુરતના ઓલપાડ તાલુકાનાં ખેડૂતો કરી રહ્યા છે.
સરકાર દ્વારા અચાનક ખાતરના ભાવમાં વધારો કરાતા ચારે તરફ ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. દક્ષીણ ગુજરાતની તમામ સુગર મિલોએ તાજેતરમા જ શેરડી ના ભાવો જાહેર કર્યા હતા અને ગત વર્ષની સરખામણીએ ૩૦૦ થી 7૦૦ રૂ.જેટલો ઓછો ભાવ જાહેર કર્યો છે જેને લઇ ખેડૂતોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો હતો આ તરફ સરકારે રસાયણિક ખાતરના ભાવમાં ધરખમ વધારો કરી દેતા ખેડૂતોની હાલત પડતા પર પાટું મારવા જેવી થઇ છે. ખાતરમાં ભાવ વધારાની જાહેરાત થતા જ ખેડૂતોનો ખાતર લેવા સહકારી મંડળીઓ પર ભારે ધસારો જોવા મળ્યો હતો.
ઓલપાડ તાલુકાના કુડસદ ગામે કનેક્ટ ગુજરાતની ટીમ દ્વારા ખાતરના ભાવ વધારા બાબતે ખેડૂતો નો અભિપ્રાય લેવાનો પ્રયાસ કર્યો હતો, ખેડૂતોએ આ ભાવ વધારાને ખેડૂત વિરોધી ષડયંત્ર ગણાવ્યું હતું. સાથે સાથે આક્ષેપ પણ કર્યા હતા કે સ્થાનિક સ્વરાજ્ય ની ચુંટણી પહેલા પણ સરકાર દ્વારા ભાવ વધારા ની જાહેરાત કરી હતી પરંતુ ચુંટણી ને ધ્યાને રાખી ને ભાવ વધારો રાતોરાત પાછો ખેચી લેવાયો હતો પરંતુ ચુંટણી સમાપ્ત થતા જ સરકર દ્વારા ફરીથી ખાતર પર ભાવ વધારો ઝીંકી દેવાયો છે ત્યારે ખેડૂતોએ દિલ્હીમાં જે રીતે કૃષિ કાયદા વિરુદ્ધ આંદોલન શરૂ કર્યું છે એવી જ રીતે ગુજરાતના ખેડૂતો પણ આંદોલનના માર્ગે જાય તો નવાઈ નહી.