/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2021/05/30161836/Surat-e1622372056471.png)
સુરતમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા હવનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કોરોનામાં મોતને ભેટેલા લોકોની આત્માને શાંતિ તેમજ વાતાવરણ શુદ્ધિકરણ માટે શહેરમાં અલગ અલગ 35 સ્થળોએ હવન યોજાયો હતો.
સમગ્ર દેશમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. પહેલી લહેર બાદ બીજી લહેર ખૂબ ઘાતક સાબિત થઈ છે, ત્યારે બીજી લહેરમાં ઘણા લોકો કોરોનાના કારણે મોતને ભેટ્યા હતા. સુરતમાં વિશ્વહિન્દુ પરિષદ દ્વારા 35 સ્થળોએ હવનનું આયોજન કરાયું હતું. જેમાં શાસ્ત્રોક્ત વિધિ વિધાનના મંત્રોચ્ચાર સાથે હવન યોજાયો હતો. હવન યોજવાનો મુખ્ય હેતુ એ હતો કે, કોરોનાના કારણે મોતને ભેટેલા તમામ લોકોના આત્માની શાંતિ માટે તેમજ હિન્દુ શાસ્ત્રમાં કહેવાયું છે તે મુજબ યજ્ઞ કુંડમાંથી નીકળતી હવા વાતાવરણમાં 2 કિલોમીટર સુધી શુદ્ધ કરે છે, ત્યારે વાતાવરણમાં ઓક્સિજન મળે છે. આ હવનમાં આરોગ્ય મંત્રી કુમાર કાનાણી સહિત વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ જોડાયા હતા.