• લાલગેટ વિસ્તારની સૌય શેરીમાં ચકચારી ઘટના સર્જાય

  • પતિ-પત્ની અને બાળકનું રહસ્યમય સંજોગોમાં મોત થયું

  • બનાવના પગલે પોલીસ સહિત લોકોના ટોળાં ભેગા થયા

  • પોલીસ તેમજ ફોરેન્સિક ડિપાર્ટમેન્ટ દ્વારા કાર્યવાહી કરાય

  • મોતનું સાચું કારણ PM રિપોર્ટ આવ્યા બાદ જાણવા મળશે

સુરત શહેરના લાલગેટ વિસ્તારની હરિપુરા સૌય શેરીમાં રહેતાં પરિવારમાં પતિ-પત્ની અને પુત્રનું રહસ્યમય સંજોગોમાં મોત નિપજતા ચકચાર મચી જવા પામી છે.

સુરત શહેરના લાલગેટ વિસ્તારમાં હરિપુરા સૌય શેરીમાં રહેતાં પરિવારની સામૂહિક આપઘાત ઘટના સામે આવી છે. જેમાં 36 વર્ષીય પિતા ફૈઝ અહેમદ32 વર્ષીય માતા મુબીના અહેમદ અને 13 વર્ષીય પુત્ર નોમાન અહેમદનું મોત થયું હોવાનું જાણવા મળ્યું છે. મૃતક પરિવાર માત્ર 4 દિવસ પહેલાં જ સાઉદી અરેબિયાની યાત્રા પૂર્ણ કરીને પરત ફર્યો હતોત્યારે આ મામલે કયા કારણોસર એક જ પરિવારના 3 સભ્યોના મોત થયા છેતે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

તો બીજી તરફઆ ઘટનામાં એક જ પરિવારના 3 સભ્યોના રહસ્યમય મોતના કારણે સામૂહિક આપઘાતની આશંકા સેવાઈ રહી છે. આ સાથે જ પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. પોલીસના જણાવ્યા અનુસારત્રણેયની લાશ અલગ અલગ રૂમમાંથી મળી આવી છે. બનાવની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી છે. સામૂહિક આપઘાતની આશંકા પાછળનું કારણ અકબંધ છે.