સુરત શહેરની જાણીતી રેસ્ટોરન્ટ ‘મહેશ પાઉંભાજી’માં ગ્રાહકને વાસી કઢી અને ખરાબ થઈ ગયેલા લચ્છા પીરસી દેવામાં આવ્યા હોવાની ગંભીર ફરિયાદ સામે આવી છે.જે અંગે આરોગ્ય વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે.

સુરતમાં ખાણીપીણીના શોખીનો માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે! શહેરની જાણીતી અને પ્રખ્યાત રેસ્ટોરન્ટ ‘મહેશ પાઉંભાજી’માં એક ગ્રાહકને અત્યંત કડવો અનુભવ થયો છે. અડાજણ સ્થિત મહેશ પાવભાજી શાખામાં ગ્રાહકને વાસી કઢી અને ખરાબ થઈ ગયેલા લચ્છા પીરસી દેવામાં આવ્યા હોવાની ગંભીર ફરિયાદ સામે આવી છે.

રેસ્ટોરન્ટના આ બેદરકાર વલણથી રોષે ભરાયેલા ગ્રાહકે તાત્કાલિક સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગને જાણ કરી હતી. ફરિયાદ મળતા જ મનપાની આરોગ્ય ટીમ હરકતમાં આવી હતી અને અડાજણની મહેશ પાવભાજી પર અચાનક દરોડા પાડ્યા હતા. મનપાની ટીમે સ્થળ પર જ તપાસ હાથ ધરીને રેસ્ટોરન્ટ સંચાલકોને રૂપિયા 3 હજારનો દંડ ફટકાર્યો છે. આ સાથે જ કિચનમાં ઉપલબ્ધ તમામ ખાદ્યપદાર્થો અને વાસી ખોરાકના સેમ્પલ લેબોરેટરી ટેસ્ટિંગ માટે જપ્ત કરવામાં આવ્યા છે.