સુરત : ભાડાની લાલચમાં કરોડો રૂપિયા ગુમાવ્યો, જુઓ સુરતનો ચોંકાવનારો કિસ્સો

New Update
સુરત : ભાડાની લાલચમાં કરોડો રૂપિયા ગુમાવ્યો, જુઓ સુરતનો ચોંકાવનારો કિસ્સો

ગુજરાતીમાં કહેવત છે લોભિયા હોય ત્યાં ધુતારા ભુખે ન મરે .. બસ આવું જ કઇ બન્યું છે સુરતમાં. સાઇડ ઇન્કમ મેળવવાની લાલચમાં અનેક લોકો સાથે ગઠિયો કરોડો રૂપિયાની છેતરપીંડી કરી ફરાર થઇ ગયો છે.

સ્ક્રીન પર તમે જે લાઇનમાં પડેલી કાર જોવો છો તે કાર કોઈ કાર મેળાના કે ગેરેજ ના દ્રશ્યો નહિ પણ સુરત પોલીસ દ્વારા કબ્જે કરવામાં આવેલ કારો છે. હા વાત સાચી છે… સુરતમાંથી રાજ્યવ્યાપી કાર ભાડે આપવાનું કૌભાંડ સામે આવ્યું જેમાં ગઠિયાઓએ કાર બારોબાર ગીરવે મૂકી કરોડો રૂપિયાનું ફુલેકુ ફેરવી દેતા શહેરમાં ફરિયાદીનો દોર શરૂ થઇ ગયો છે. સુરત ઇકો સેલમાં જે ફરિયાદ નોંધાઇ છે જેમાં આરોપી કેતુલ પરમાર જે મૂળ બનાસકાઠ અને સુરતના કામરેજ ખાતે આવેલ લાસકાણા ખાતે રહેતો છે. જે પહેલા તેને ફરિયાદીઓ પાસે ડી. જી. સોલાર કંપની ઝઘડિયા ખાતે કારો ભાડે મુકવાની હોવાથી તે બાબતે પ્રથમ 112 ગાડીઓ લોકો પાસે કરાર કરાવી ભાડે રાખી હતી અને આ કૌભાંડી કેતુલ પરમારે સૌ પ્રથમ લોકોને સમયસસર કરારમાં નક્કી કરેલ મુજબ ભાડું ચૂકવતો પણ હતો…

દર મહિને કેતુલ દ્વારા એક ગાડી નું ભાડું એટલે કે 30 હજાર મહિને અને મોટી ગાડીનું 40 કે 45 હજાર ભાડું આપતો હતો. લોકોને વિશ્વાસમાં લઇ તેણે 60 જેટલા લોકોને પોતાની જાળમાં ફસાવી દીધાં હતાં. લોકોએ પણ સાઇડમાં ઇન્કમ મળી રહે તે માટે ઉછીના કે વ્યાજે રૂપિયા લઇ કાર ખરીદી તેને કેતુલને આપી દીધી હતી. જયારે કેતુલે પૈસા આપવાનું બંધ કર્યું ત્યારે લોકોને છેતરાયા હોવાનો અહેસાસ થયો હતો. લોકોની કારોને વેચી મારી અથવા ગીરવે મુકી કેતુલ પોતે કરોડો રૂપિયાનો આસામી બની ગયો છે.

કેટલાક ફરિયાદીઓ તો નાના માણસો એટલે કે ગાડી લૉન પર લીધી અને ભાડે આપી છે જેથી સાઈડમાં આવક મળી રહે. આવા લોકોને પણ છેતરી ગાડીઓ કોઈની પાસે ગીરવે કે કાગળોની ઉથલ પાથલ કરી વેચી પણ દેવામાં આવી છે.હાલા સુરત પોલીસ દ્વારા આ કૌભાંડ બાબતે સતત તપાસ કરવામાં આવી રહી છે કે આ કૌભાંડની અંદર કેટલા લોકો સામેલ છે અને કેટલા કરોડનું કૌભાંડ આચરવામાં આવ્યું છે તેની વિગતો મેળવાય રહી છે. હાલ 65 જેટલી ગાડીઓ કબ્જે કરી અને જેમ જેમની ગાડીઓ માલિકોને બોલાવી નિવેદનો લેવામાં આવી રહ્યા છે…

Latest Stories