સુરત : ઇન્ટર્ન તબીબોની હડતાળ આજે પણ યથાવત

New Update
સુરત : ઇન્ટર્ન તબીબોની હડતાળ આજે પણ યથાવત

સ્ટાઈપેન્ડ વધારાની માંગ સાથે સુરત નવી સિવિલ હોસ્પિટલના તબીબો અચોક્કસ મુદતની હડતાળ પર ઉતર્યા છે. જે હડતાળ નો આજે બીજો દિવસ છે. આજે બીજા દિવસે પણ ડોક્ટરોની હડતાળ યથાવત રહી છે. જ્યાં ગત રોજ નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ દ્વારા આપવામાં આવે નિવેદનને પણ ઇન્ટર્ન ડોક્ટરોએ સખ્ત શબ્દોમાં વખોડી જ્યાં સુધી માંગણી નહીં સંતોષાય ત્યાં સુધી હડતાળ ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

ગુજરાતના ઈન્ટર્ન ડોક્ટરોનું સ્ટાઈપેન્ડ અન્ય રાજ્યોના ડોકટરોની સરખામણીએ ખૂબ જ ઓછું હોવાનું તબીબો આક્ષેપ કરી રહ્યા છે. ઈન્ટર્ન ડોક્ટરો દ્વારા સ્ટાઈપેન્ડ રૂપિયા 20 હજાર કરવાની માંગ કરવામાં આવી રહી છે. જેના વિરોધમાં છેલ્લા બે દિવસથી ડોકટરો અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતર્યા છે. રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ દ્વારા ડોકટરોની હડતાળને ગેરવાજબી ગણાવી છે. જે ડોક્ટરો હડતાળ પર રહેશે તેવા ડોકટરોને પીજીની પરીક્ષા નહિ આપવા દેવાય અથવા તો ગેરહાજર મૂકી ડૉક્ટરી સર્ટિફિકેટ પણ નહીં આપવાની ચીમકી આપી છે.

એટલું જ નહીં હડતાળના કારણે કોરોનાના કપરા સમયમાં કોવિડનીં કામગીરી વિક્ષેપ પડતો હોવાની વાત જણાવી હતી. નાયબ મુખ્ય પ્રધાનના આ નિવેદનને હડતાળ પર ઉતરેલા તબીબોએ સખ્ત શબ્દોમાં વખોડી કાઢ્યું છે. ડોકટરોએ જણાવ્યું છે કે, તેઓ હડતાળની સાથે કોવિડની કામગીરી અટકે નહિ તેની પણ ચિંતા કરી છે. જેથી કોવિડની કામગીરી પણ સાથે કરી રહ્યા છે. જ્યાં સુધી સરકાર ઇન્ટર્ન તબીબોની માંગ નહિ સ્વીકારે ત્યાં સુધી હડતાળ ચાલુ જ રહેશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

Latest Stories