સુરત: હોટલ ગેસ્ટ હાઉસમાં રોકાવું હોય તો RTPCRનો નેગેટિવ રિપોર્ટ લેતા જજો, જુઓ તંત્રએ શું કર્યો નિર્ણય

New Update
સુરત: હોટલ ગેસ્ટ હાઉસમાં રોકાવું હોય તો RTPCRનો નેગેટિવ રિપોર્ટ લેતા જજો, જુઓ તંત્રએ શું કર્યો નિર્ણય

કાપડ નગરી સુરતમાં વધી રહેલા કોરોના સંક્રમણને ધ્યાને લઈ મહાનગર પાલિકા દ્વારા મહટાવનો નિર્ણય લેવામાં આવ્યો છે. સુરતની તમામ હોટલ અને ગેસ્ટ હાઉસમાં હવે બહારથી આવતા પ્રવાસીઓને RTPCRના નેગેટિવ રિપોર્ટ વગર પ્રવેશ આપવામાં આવશે નહીં.

સમગ્ર રાજ્ય સાથે સુરતમાં પણ કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે જેના પગલે સુરતમાં મિનિ લોક ડાઉન જેવી સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. શાળા કોલેજ બંધ રાખવાનો નિર્ણય અને કર્ફ્યુના સમયમાં એક કલાકના વધારા બાદ વધુ એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં RTPCRના નેગેટિવ રિપોર્ટ વગર સુરતની તમામ હોટલ અને ગેસ્ટ હાઉસમાં બહારથી આવતા પ્રવાસીઓને પ્રવેશ આપવામાં આવશે નહીં. આ અંગેની સૂચના મહાનગર પાલિકા દ્વારા હોટલ સંચાલકોને આપી દેવામાં આવી છે અને આ નિયમનું ઉલ્લંઘન કરનાર સામે એપેડમિક એક્ટ મુજબ કાર્યવાહી કરવામાં આવશે.

Latest Stories