/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2021/04/08134940/CG_srt_lockdown-gam.jpg)
સુરત જિલ્લામાં વધતા જતા કોરાના કહેર વચ્ચે બારડોલીના કડોદ અને માંડવી નગરમાં નગરજનો એ 15 તારીખ સુધી સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરી તેનું પાલન પણ કરી રહ્યા છે.
જે રીતે સુરત ગ્રામ્યમાં કોરાના કેસોમાં ધરખમ વધારો થઈ રહ્યા છે તે જોતા પ્રશાસનના આદેશની રાહ જોયા વગર એક બાદ એક ગામ અને નગરોને સ્વૈચ્છિક રીતે લોકડાઉન કરી રહ્યા છે ત્યારે બારડોલી તાલુકાના કડોદ ગામે વેપારી એસોસિએશન પણ સ્વૈચ્છિક લોકડાઉન ની જાહેરાત કરી છે જેમાં સવારે 7થી બપોરે 2 વાગ્યા સુધી દુકાનો બંધ રાખવાની જાહેરાત કરી છે.
તો બીજી તરફ વધતા જતા કોરાના વાયરસના સંક્રમણ ને ધ્યાનમાં રાખીને માંડવી નગરના નગરજનોએ સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કર્યું હતું નગરજનો એ 15 એપ્રિલ સુધી બપોરના 2 વાગ્યા પછી બજારો બંધ રાખવાનો નિર્ણય કર્યો હતો અને જે પણ ગ્રાહકો દુકાનમાં આવે તેને સેનેતાઈઝર તેમજ કોરાના ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરાવી રહ્યા છે.