સુરતના કામરેજ પાસે આવેલાં ખોલવડમાં વિદેશી યુવતીઓ લાવી ચલાવવામાં આવતાં કુટણખાનાનો પોલીસે પર્દાફાશ કરી બે આરોપીની ધરપકડ કરી છે.
સુરતના કામરેજ પાસે આવેલાં ખોલવડમાં બાંગ્લાદેશથી યુવતીઓ લાવી તેમની પાસે લોહીનો વેપાર કરાવવામાં આવતો હોવાની બાતમી ગુજરાત એટીએસ તથા સુરત એસઓજીને મળી હતી. બાતમીના આધારે ખોલવડમાં સંયુકત ઓપરેશન હાથ ધરીને દેહવિક્રયકના વેપલાને ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસને સ્થળ પરથી એક બાંગ્લાદેશી સગીરા તથા બે ઇસમો મળી આવ્યાં હતાં.
બાંગ્લાદેશના ગરીબ પરિવારોની સગીરાઓ તથા કિશોરીઓને ગેરકાયદેરીતે ભારતમાં ઘુસાડી તેમની પાસે દેહવિક્રયનો ધંધો કરાવવામાં આવતો હતો. હાલ તો પોલીસે ત્રણ આરોપીની હયુમન ટ્રાફિકિંગ હેઠળ અટકાયત કરી છે. બનાવ સંદર્ભમાં મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ વેપલામાં જીલાલ નામના દલાલને વોન્ટેડ જાહેર કરાયો છે. આ કુટણખાનામાં અત્યાર સુધીમાં કેટલી યુવતીઓ ભોગ બની તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે. વધુમાં બાંગ્લાદેશી સગીરા ભારતમાં કેવી રીતે આવી તેની પણ તપાસ શરૂ કરી દેવામાં આવી છે.