સુરત : લક્ષ્મી વિલાસ બેન્ક પર RBIએ એક મહિનાનું મોરેટોરિયમ લગાવ્યું, ખાતેદારોની લાગી લાંબી કતાર

New Update
સુરત : લક્ષ્મી વિલાસ બેન્ક પર RBIએ એક મહિનાનું મોરેટોરિયમ લગાવ્યું, ખાતેદારોની લાગી લાંબી કતાર

સુરતમાં 92 વર્ષ જૂની લક્ષ્મી વિલાસ બેન્કના દેવામાં સતત વધારો થતાં આરબીઆઇએ એક મહિના સુધી મોરિટોરિયમ નિયમ લાગુ કર્યો છે, ત્યારે ગ્રાહકોએ પૈસા ઉપાડવા માટે બેન્કની બહાર લાંબી કતારો લગાવી હતી.

સુરતમાં લક્ષ્મી વિલાસ બેન્કના કર્મચારીઓ તેમજ ખાતેદારો બુધવારના રોજ ખૂબ હેરાન પરેશાન જોવા મળ્યા હતા. જેનું કારણ આરબીઆઈએ લગાવેલું એક મહિનાનું મોરિટોરિયમ છે. છેલ્લા 92 વર્ષ જૂની લક્ષ્મી વિલાસ બેન્કના દેવામાં સતતને સતત વધારો થતાં આરબીઆઈએ મોરિટોરિયમનો નિર્ણય કર્યો છે.

જેથી હવે ખાતેદારોને માત્ર 25 હજાર રૂપિયા જેટલો જ ઉપાડ મળશે, ત્યારે સુરતમાં વહેલી સવારથી બેન્કના ખાતેદારોએ લાંબી કતારો લગાવી હતી. જેમાં ટોકન સિસ્ટમથી લોકોને રૂપિયાનો ઉપાડ આપવામાં આવ્યો હતો.

Latest Stories