સુરત: ગુન્હેગારો બન્યા બેફામ, લિંબાયત વિસ્તારમાં સરેઆમ કરી હત્યા

New Update
સુરત: ગુન્હેગારો બન્યા બેફામ, લિંબાયત વિસ્તારમાં સરેઆમ કરી હત્યા
Advertisment

સુરતમાં હુમલાખોરો એક બાદ એક હત્યાની ઘટનાને અંજામ

Advertisment

આપી રહ્યા છે, ત્યારે

શહેરના લિંબાયત

વિસ્તારમાં શાકભાજી માર્કેટમાં ધોળા દિવસે ખૂની ખેલ ખેલાયો હતો.

અજાણ્યા ટપોરી જેવા હુમલાખોરોએ બે યુવકો પર ચપ્પુ વડે હુમલો કરી ઘા ઝીંકયા હતાં. ઘટનામાં એકનું મોત નીપજ્યું હતું, જ્યારે અન્યને ગંભીર ઇજાઓ પહોચતા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ

ખસેડાયો હતો.

શહેરના લિંબાયત

Advertisment

વિસ્તારમાં આવેલા શિવકૃપાનગર નજીકના શાકભાજી માર્કેટમાં કેટલાક અજાણ્યા હુમલાખોરોએ બે યુવકો પર ચપ્પુ વડે આડેધડ હુમલો કર્યો હતો.

હુમલાખોરોએ આડેધડ ચપ્પુના હુમલાથી લિંબાયત વિસ્તારમાં આવેલ દ્વારકેશનગરના રહેવાસી 30 વર્ષીય કપિલ કાલીનું મોત નીપજ્યું હતું. મૃતક કપિલને પરિવારમાં પત્ની અને ચાર સંતાન હતા અને તે પ્લમ્બરનું કામ કરતો હતો. કપિલના મોતથી પરિવાર ભારે શોકમાં ગરક થઈ ગયો

હતો. તો હુમલાની ઘટનામાં અન્ય ઈજાગ્રસ્ત 22 વર્ષીય રવિસિંગ રાજપૂત નામનો યુવક તેની માસી સાથે

માર્કેટમાં કોઈ કામ અર્થે ગયો હતો. જેને પણ ગંભીર ઇજાઓ

પહોચતા તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. બનાવની જાણ લિંબાયત પોલીસને થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવી વધું

તપાસ હાથ ધરી હતી.

Latest Stories