/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/09/07134218/WhatsApp-Image-2020-09-07-at-1.35.51-PM-1.jpeg)
સુરતના કામરેજના વોર્ડ નંબર 16મા આવેલ લેક પ્લેસ સોસાયટીના મીટર બોક્સના આગ લાગતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. વોર્ડ સભ્યએ તાત્કાલિક નજીકના ફાયર વિભાગને જાણ કરતા ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં લીધી હતી.
લેક પ્લેસ સોસાયટીના મીટર બોક્સમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગતા સોસાયટીમાં ભારે દોડધામ મચી જવા પામી હતી. આગની જાણ વોર્ડના સભ્ય મઘાભાઈ ભરવાડને થતા તેઓ તાત્કાલિક સોસાયટીમા પહોંચી ગયા હતા, અને સોસાયટીની મુખ્ય વીજ લાઈન બંધ કરી દીધી હતી. અને સોસાયટીના લોકોને સોસાયટી ખાલી કરાવી ઘટનાની જાણ નજીકના ફાયર વિભાગની કરવામાં આવતા ફાયરે ઘટના સ્થળે આવી આગ પર કાબુ મેળવ્યો હતો. વોર્ડ સભ્ય મઘાભાઈની સમય સુચકતાને લીધે મોટી દુર્ઘટના ટળી હતી.