• પાંડેસરા વિસ્તારમાં રહેતી પરિણીતાએ કર્યો આપઘાત

  • જમવાનું બનાવવા જેવી સામાન્ય થઈ હતી બોલાચાલી

  • દાંપત્ય જીવનના ઝઘડામાં પત્નીનું આત્મઘાતી પગલું

  • ગળે ફાંસો લગાવીને જીવન ટૂંકાવી લેતા ચકચાર મચી

  • સમગ્ર મામલે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી

સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં 22 વર્ષીય પરિણીતાએ ગળે ફાંસો લગાવીને જીવન ટૂંકાવી લેતા ચકચાર મચી જવા પામી છે. મળતી માહિતી અનુસારસુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં રહેતી 22 વર્ષીય પરિણીતા મમતા દેવી અને તેના પતિ વિકાસ કુમાર વચ્ચે સવારના સમયે જમવા બાબતે સામાન્ય બોલાચાલી થઈ હતી. જોકેજમવાનું બનાવવા જેવી નાની વાતમાં મનમાં લાગી આવતા પરિણીતાએ ગળે ફાંસો લગાવીને જીવન ટૂંકાવી લેતા ચકચાર મચી જવા પામી છે.

 પત્નીએ આત્મઘાતી પગલું ભરી લેતા પતિ વિકાસ કુમારે જણાવ્યું હતું કેતે જ્યારે દુકાનેથી પરત ઘરે આવ્યો ત્યારે પત્ની ફાંસો ખાધેલી હાલતમાં જોવા મળી આવી હતી. મકાનનો દરવાજો તોડીને પરિણીતાને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ લાવવામાં આવી હતી. પરંતુ પરિણીતાને સારવાર મળે તે પહેલા તેણીએ દમ તોડ્યો હતો. તો બીજી તરફપોલીસે અકસ્માતે મોતનો ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. દંપતી મૂળ ઉત્તરપ્રદેશના ફતેહપુરના રહેવાસી છેઅને છેલ્લા 2 મહિનાથી સુરતના પાંડેસરા વિસ્તારમાં રહેતા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.