સુરત: મારું ગામ કોરોના મુક્ત ગામ અભિયાન માત્ર દેખાવો? પથારી પાથરી ચોપડે દર્શાવાય કામગીરી!

New Update
સુરત: મારું ગામ કોરોના મુક્ત ગામ અભિયાન માત્ર દેખાવો? પથારી પાથરી ચોપડે દર્શાવાય કામગીરી!

મારું ગામ કોરાના મુક્ત ગામ સરકારની ફક્ત મોટી વાતો, રૂપિયાનો પણ ખર્ચ કર્યા વગર આઇસોલેશન સેન્ટરની જવાબ દારી આદિવાસી ગામડાઓમાં ગામના સરપંચ ને સોંપી દીધી.

સરકારે હાલ મોટા ઉપાડે મારુ ગામ કોરાના મુક્ત ગામ અભિયાન શરૂ કર્યું છે પણ આ અભિયાન આદિવાસી ગામોમાં ફક્ત દેખાડો જ હોય તેવું સાબિત થઈ રહ્યું છે, કારણ કે માંડવીના વદેશીયા ખાતે પ્રાથમિક શાળામાં 10 જેટલા ગાદલા નાખી કોવિડ કેર આઇસોલેશન તૈયાર હોવાનું જાહેર કરાયું છે, મારુ ગામ કોરાના મુક્ત ગામ નું નામ આપી ખર્ચ કર્યા વગર શરૂ કરેલા અભિયાનમાં ગામના સરપંચના માથે આઇસોલેશન સેન્ટર બનાવાની જવાબદારી સોંપી દીધી હતી.

આ આઇસોલેશન સેન્ટરમાં ભોજન,પાણી,દવાની કે કોઈપણ મેડીકલ સ્ટાફ ની વ્યવસ્થા કરવામાં આવી નથી,શરૂ કરેલ આઇસોલેશન સેન્ટરમાં કોઈપણ પ્રકારની સુખ સુવિધા ન હોવાથી ગામના દર્દીઓ સેન્ટરમાં આવવાનું ટાળી રહ્યા છે, અને ઘરે જ રહેવાનું પસંદ કરે છે,ગામલોકોના જણાવ્યા મુજબ પ્રાથમિક શાળામાં તૈયાર કરેલ આઇસોલેશન સેન્ટરમાં રેમડેસવીર ઇન્જેક્શન, ઓક્સિજન, મેડિકલ સ્ટાફ અને ભોજનની વયસ્થા કરવામાં આવશે તો જ ગામના દર્દીઓ આઇસોલેશન સેન્ટરમાં દાખલ થશે,હાલ ગામમાં કોરાના વાયરસના 15 જેટલા એક્ટિવ કેસ હોવાનું જણાવ્યું હતું.

Latest Stories