સુરત : કોરોનાના દર્દીઓમાં હવે મ્યુકોરમાઇકોસીસનો કહેર, અનેક લોકો ગુમાવી ચુકયાં છે દ્રષ્ટિ

New Update
સુરત : કોરોનાના દર્દીઓમાં હવે મ્યુકોરમાઇકોસીસનો કહેર, અનેક લોકો ગુમાવી ચુકયાં છે દ્રષ્ટિ

સપડાઇને અને દર્દીઓ આંખોની સાથે જીવ પણ ગુમાવી ચુકયાં છે. સિવિલ હોસ્પિટલમાં હાલ દાખલ 101 પૈકી 43 દર્દીની આંખો પર ગંભીર અસર જોવા મળી છે.જેમાં 22 દર્દીની આંખ બચાવવા સિવિલના તબીબો ભારે મહેનત કરી રહયાં છે. હાલમાં સિવિલમાં દાખલ બે દર્દીની આંખમાં સુધારો જોવા મળ્યો છે. આંખો પર ગંભીર અસર હોય તેવા દાખલ 43 માંથી 6 દર્દી ખાનગી હોસ્પિટલમાં આંખનું ઓપરેશન કરાવી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે આવ્યા છે. કેટલાક દર્દીઓ હોસ્પિટલ આવવામાં પણ ઘણું મોડું કરી રહ્યા છે.

જેના વિપરિત પરિણામો આવી રહયાં છે. ફંગલ ઇન્ફેક્શન હાલ દાંત વાટે નાક વાટે પણ પ્રસરી રહ્યું છે.જ્યાં આંખમાં પ્રસરી રહેલું ઇન્ફેક્શન મગજ સુધી ના ફેલાય તે માટે આંખો કાઢવા સુધીની નોબત આવી છે. દર્દીઓને આંખના ડોળાની આસપાસ છ દિવસે ત્રણ ઇન્જેકશન આપવામાં આવી રહયાં છે.

સિવિલ હોસ્પિટલમાં દાખલ આવા 43 દર્દીની આંખો પર ગંભીર અસર જોવા મળી છે. જેની સારવાર આંખ વિભાગના વડા ડો. પ્રીતિ કાપડિયાના માર્ગદર્શનમાં ડો. કુંજન પટેલ, ડો. ઈશા પટેલ અને ડો. તૃપ્તિ બેસાણીયા કરી રહ્યાં છે. ડો. કુંજન પટેલે જણાવ્યું હતું કે, ઘણા કેસમાં દર્દી મોડા આવતા હોઇ ચેપ મગજ સુધી પ્રસરે તો જીવનું જોખમ હોય દર્દીનો જીવ બચાવવા આંખ સર્જરી કરી કાઢી નાંખવામાં આવે છે. દર્દીઓની આંખો બચાવવા અમે મહેનત કરી રહયાં છે અને બે દર્દીઓની તબિયતમાં સુધારો પણ જોવા મળી રહયો છે.

નવી સિવિલ હોસ્પિટલના ડો. ઇશા પટેલે જણાવ્યું હતું કે, ઓપરેશન વખતે ચેપની સાથે મહત્ત્વની નસો પણ છૂટી કરી દેવાતી હોવાથી આ દર્દીઓને નેત્રદાન કરી નવી રોશની આપી શકાતી નથી કે કાચની આંખનો પણ ઉપયોગ કરી શકાતો નથી. મ્યુકોરમાઈકોસિસના દર્દીઓની સંપૂર્ણ કાળજી રાખવા માટે ઇએનટી વિભાગના ડો. રાહુલ પટેલ, આંખ વિભાગના ડો. કુંજન પટેલ અને મેડિસિન વિભાગના ડો. વિતાંત પટેલની એક ટીમ અર્થાત મ્યુકોર બોર્ડ’ સતત ઓબ્ઝર્વેશન કરી રહ્યું છે.

સુરતમાં કોરોના બાદ હવે વધતા મ્યુકોરમાઇકોસીસના કેસોએ લોકોની ચિંતા વધારી છે.જેમાં કોરોનામાંથી સ્વસ્થ થયેલા લોકોમાં એક ભયનો માહોલ ઉભો થઇ રહ્યો છે.પરંતુ યોગ્ય સમયે જો આ બીમારીની સારવાર કરવામાં આવે તો આ બીમારીથી ચોક્કસ આંખ અને જીવ બચાવી શકાય છે.

Latest Stories