સુરત : નારાયણ સાંઇને 14 દિવસના વચગાળાના જામીન મળ્યાં, લાજપોર જેલમાંથી બહાર આવ્યાં

New Update
સુરત : નારાયણ સાંઇને 14 દિવસના વચગાળાના જામીન મળ્યાં, લાજપોર જેલમાંથી બહાર આવ્યાં

સગીરા સાથે દુષ્કર્મના ગુનામાં સુરતની લાજપોર જેલમાં રહેલાં નારાયણ સાંઇને ગુજરાત હાઇકોર્ટે 14 દિવસના વચગાળાના જામીન આપતાં તેઓ જેલમુકત થયાં છે. સાત વર્ષ સુધી જેલમાં રહયાં બાદ નારાયણ સાંઇ આખરે જેલની બહાર આવવામાં સફળ રહયાં છે.

સગીરા સાથે દુષ્કર્મના કેસમાં આશારામ બાપુ તથા તેમના પુત્ર નારાયણ સાંઇ જેલવાસ ભોગવી રહયાં છે. માતાની તબિયત સારી ન હોવાના આધારે નારાયણ સાંઇએ ગુજરાત હાઇકોર્ટમાં જામીન માટે અરજી કરી હતી. કોર્ટે તેમના 14 દિવસના વચગાળાના જામીન મંજુર કરતાં તેઓ આખરે લાજપોર જેલમાંથી બહાર આવ્યાં છે. સાત વર્ષ બાદ નારાયણ સાંઇએ જેલની બહાર પગ મુકયો છે. જેલમાંથી બહાર આવ્યાં બાદ  તેમણે ભક્તોને શાંતિ રાખવા અપીલ કરી અને ભીડ ભેગી ન કરવા માટે પણ જણાવ્યું છે

Latest Stories