સુરત : જરૂરીયાતમંદ બાળકોને આપવામાં આવશે સાયકલ, જુઓ શું છે આખો પ્રોજેકટ

New Update
સુરત : જરૂરીયાતમંદ બાળકોને આપવામાં આવશે સાયકલ, જુઓ શું છે આખો પ્રોજેકટ

પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં જે પ્રકારે વધારો થઇ રહયો છે તેવામાં લોકો સાયકલ લેવાનું વિચારી રહયાં છે ત્યારે સુરતમાં સાયકલને રીસાયકલીંગ કરવાનો અનોખો પ્રોજેકટ ચાલી રહયો છે.

સુરતમાં સૌરાષ્ટ્ર પટેલ સમાજ દ્વારા અનોખો રી સાયકલ પ્રોજેક્ટ" હાથ ધરવામાં આવ્યો છે.જે અંતર્ગત જુની થઇ ગયેલી અને બિનઉપયોગી સાયકલ મેળવી તેને રીપેર કરાવી જરૂરિયાતવાળા વિદ્યાર્થીઓને આપવામાં આવી રહી છે. સૌરાષ્ટ્ર પટેલ સમાજ ભવન ખાતે ૨૧ વિદ્યાર્થીઓને વિનામુલ્યે સાયકલનું વિતરણ કરવામાં આવ્યું હતું. સુનિલ જૈન દ્વારા આ પ્રોજેક્ટ સાકાર કરવામાં આવ્યો છે. તેમણે સુરતના અલગ અલગ વિસ્તારમાં એપાર્ટમેન્ટ અને સોસાયટીમાં પડી રહેલ નકામી સાયકલ ભેગી કરી તેને રીપેર કરાવવામાં આવી હતી.

આ સાયકલો જરૂરીયાતમંદ વિદ્યાર્થીઓને આપવામાં આવી છે. સાયકલ મેળવવા માટે વિદ્યાર્થીઓ પાસેથી એક પણ પૈસો લેવામાં આવ્યો નથી પણ વિદ્યાર્થીઓ પાસે ત્રણ વૃક્ષ વાવી તેનો ઉછેર કરવાનો સંકલ્પ લેવડાવવામાં આવ્યો છે. આમ સેવાની સાથે પર્યાવરણના જતનની અનોખી પહેલ કરવામાં આવી છે.