સુરત: નવી સિવિલ હોસ્પિટલમાં નવજાત બાળક બદલાઈ ગયા હોવાનો આરોપ

સુરત: નવી સિવિલ હોસ્પિટલમાં નવજાત બાળક બદલાઈ ગયા હોવાનો આરોપ
New Update

સુરત નવી સિવિલ હોસ્પિટલમાં બાળક બદલવાનો આરોપ લગાવનાર માતા પિતા જુઠ્ઠા હોવાનું ડિલિવરી કરાવનાર મહિલા ડોક્ટર જણાવી રહ્યા છે. પાંડેસરા માં ક્લિનિક ધરાવતા મહિલા ડોક્ટરે જણાવ્યું હતું કે મહિલા ક્રિટિકલ કન્ડિશન માં તેમના ક્લિનિક મા આવી હતી અને તાત્કાલીક ડિલિવરી કરાવવાની જરૂર હોય તેમની ડિલિવરી કરાવી તેમને નવી સિવિલ હોસ્પિટલ રીફર કરવામાં આવી હતી.

જોકે માતા પિતા એ આરોપ લગાવ્યો હતો કે તેમને બાળક ને જન્મ આપ્યો હતો પરંતુ એ વાત સરાસર ખોટી હોવાનું ડિલિવરી કરનાર મહિલા ડોક્ટર જણાવી રહી છે. સમગ્ર મામલે ખટોદરા પોલીસે ડિલિવરી કરનાર મહિલા ડોક્ટર નું નિવેદન લઈ બાળકી અને માતા પિતા નો DNA કરવાની પ્રક્રિયા હાથ ધરી છે.

સુરત નવી સિવિલ હોસ્પિટલમાં મૂળ યુપી ના રહેવાસી એવા નૈના બેન પટેલ અને અને તેમના પતિ રાજેશ ભાઈ પટેલ એક દિવસ ના નવજાત બાળક ને વધુ સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં લાવ્યા હતા..માતા નૈના બહેન ને ખાનગી ક્લિનિક માં ડીલીવરી થઈ હોય વધુ ખર્ચ ન ભોગવવો પડે તે માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી.જોકે નવી સિવિલ હોસ્પિટલમાં માતા નૈના બેન પટેલ અને અને રાજેશ ભાઈ પટેલ એ પોતાનો નવજાત બાળક બદલાઈ ગયા હોવાનો આરોપ લગાવતાજ હોસ્પિટલ તંત્ર અને ખટોદરા પોલીસ દોડતી થઈ ગઈ હતી.નવજાત ના માતા પિતા એ આરોપ લગાવ્યો હતો કે તેમને બાળક ને જન્મ આપ્યો હતો અને હોસ્પિટલમાં તેમના બાળક ને બદલી બાળકી ને આપવામાં આવી છે.

બીજીતરફ માતા પિતા એ આરોપ લગાવતા ની સાથે જ ખટોદરા પોલિસ હરકત મા.આવી હતી અને સમગ્ર માહિતી મેળવી હતી..પોલીસ ને મળતી માહિતી મુજબ પાંડેસરા માં રહેતા નૈના એ પહેલા ખાનગી ક્લિનિક માં નવજાત ને જન્મ આપ્યો હતો ત્યારબાદ તેઓ નવી સિવિલ હોસ્પિટલમાં આવ્યા હતા.જોકે જે ખાનગી ક્લિનિક મા આ પરિવારે પહેલા પ્રસુતિ કરાવી હતી તે ડોક્ટર ની પૂછપરછ કરવામાં આવતા મહિલા કમલજીત કૌર એ ચોંકાવનારી માહિતી આપી હતી.નૈના પટેલે બાળકી ને જ જન્મ આપ્યો છે તેમ ડીલીવરી કરનાર મહિલા ડોક્ટર કમલજીત કૌર એ જણાવ્યું હતું.

જોકે માતા પિતા નવી સિવિલ હોસ્પિટલ તંત્ર પર બાળક બદલ વાનો આરોપ લગાવી રહ્યા છે ત્યારે નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલ ડોક્ટર અને માતા પિતા નો DNA કરવાનું નકકી કરવામાં આવ્યું છે.જોકે DNA થયા બાદ જ નક્કી થશે કે કોણ સાચું છે.નવી સિવિલ હોસ્પિટલ તંત્ર કે પછી માતા પિતા?

Here are a few more articles:
Read the Next Article