સુરત : વિનાશી વાવઝોડાએ ઊભા પાકનો કર્યો નાશ, સીવણ ગામના ખેડૂતે શેરડીના પાક પર ફેરવી કાઢ્યું ટ્રેક્ટર

New Update
સુરત : વિનાશી વાવઝોડાએ ઊભા પાકનો કર્યો નાશ, સીવણ ગામના ખેડૂતે શેરડીના પાક પર ફેરવી કાઢ્યું ટ્રેક્ટર
Advertisment

સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના સીવણ ગામના ખેડૂતે પોતાના 16 વીઘાના ખેતરમાં રહેલ ઉભા શેરડીના પાક પર ટ્રેક્ટર ફેરવી કાઢ્યું હતું.

Advertisment

તૌકતે નામનું વિનાશી વાવઝોડું તો ચાલ્યું ગયું પણ લોકો માટે અનેક મુસીબતો મુકતું ગયું છે. વાવાઝોડા દરમ્યાન ઓલપાડ તાલુકામાં 06 ઇંચ જેટલો વરસાદ ખાબકતા અહીના વિસ્તારના ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે, ત્યારે હાલ ખેતરોમાં પાણી ભરાઈ જતા સાયણ સુગર દ્વારા શેરડીની કામગીરી પણ અટકાવી દેવામાં આવી છે. જોકે, સુગર ફેક્ટરી દ્વારા ખેડૂતોને શેરડીના પાકના રૂપિયા આપવાનું નક્કી કરી શેરડી નહીં કાપવાનો નિર્ણય જાહેર કર્યો છે.

જોકે, હવે ખેડૂતો પર પડતાં પર પાટા જેવી સ્થિતિનું નિર્માણ થયું છે, ત્યારે ખેડૂતો હવે પોતાનું ખેતર સાફ કરવા શેરડીના પાક પર ટ્રેક્ટર ફેરવી નાશ કરી રહ્યા છે. તેવામાં સીવણ ગામના ખેડૂત કિશોર પટેલે પોતાના ખેતરનો શેરડીનો ઊભો પાક નાશ કરવાની કામગીરીમાં લાગી ગયા છે. ખેડૂત કિશોર પટેલે 16 વીઘાના ખેતરમાં રહેલ શેરડીના પાક પર ટ્રેકટર ફેરવી આખેયાખા પાકનો નાશ કર્યો હતો.

Latest Stories