સુરત: દારૂની મહેફિલ માણી રહેલા 3 મહિલા સહીત 10 લોકોની પોલીસે કરી ધરપકડ

New Update
સુરત: દારૂની મહેફિલ માણી રહેલા 3 મહિલા સહીત 10 લોકોની પોલીસે કરી ધરપકડ

સુરતના અલથાણ- પાંડેસરા ખાડી બ્રીજ નજીક કેશવ પાર્ટી પ્લોટમાં દરોડા પાડી ખટોદરા પોલીસે ત્રણ મહિલા સહિત 10ને ઝડપી પાડી દારૂ સહીત રૂપીયા 3.68 લાખનો મુદ્દામાલ કબ્જે લીધો છે.

મળતી માહીતી મુજબ, સુરતના ખટોદરા પોલીસે અલઠાણ ખાડી બ્રિજ નજીક કેશવ પાર્ટી પ્લોટમાં દારૂની મહીફિલ ચાલી રહી હોવાની બાથમી મળી હતી જેના આધારે પોલીસે રેડ કરતાં દારૂની મહેફીલ માણતા 3 મહિલા સહિત 10 લોકો ઝડપી પાડ્યા હતા. મહેફિલ માણી રહેલા પાસેથી 9 મોબાઇલ ફોન જેની કિમત 3.40 લાખ રૂપિયા તેમજ રોકડા રૂપિયા 28 હજાર અને વિદેશી દારૂના અલગ અલગ બ્રાન્ડની બોટલ સહિત કુલ રૂપિયા 3.68 લાખનો મુદ્દામાલ કબ્જે લીધો છે.

જોકે પોલીસે દારૂની મહેફિલ મુદ્દે કેશવ પાર્ટી પ્લોટના માલિક પુકાર દોલત પટેલની પુછપરછ કરતા તેણે કબૂલાત કરી હતી કે સાળાની પત્નીનું શ્રીમંત હોવાથી પાર્ટીનું આયોજન કર્યુ હતું. તેમજ પાર્ટી માટે વિદેશી દારૂ ઉધના રેલવે પટરી પાસેથી અજાણ્યા વ્યક્તિ પાસેથી ખરીદ્યાની પણ કબૂલાત કરી હતી.

Latest Stories