સુરત : PUBG ગેમ બંધ થતાં પિતાએ વહેચ્યાં પેડા, જુઓ પછી શું આવ્યું પરિણામ

New Update
સુરત :   PUBG ગેમ બંધ થતાં પિતાએ વહેચ્યાં પેડા, જુઓ પછી શું આવ્યું પરિણામ

સુરતમાં PUB G ગેમ જીવલેણ સાબિત થઈ છે. શહેરના ડીંડોલી વિસ્તારમાં પિતા એ PUB G રમવા બાબતે ઠપકો આપતા જુવાનજોધ 24 વર્ષીય પુત્ર એ ગળેફાંસો આપઘાત કર્યો છે.

મૂળ ઉત્તર પ્રદેશના વતની હાલ શહેરના ડીંડોલી વિસ્તારમાં આવેલ રામ નગર સોસાયટીમાં રહેતા 24 વર્ષીય દિપક રાધેશ્યામ મિશ્રાએ પોતાના ઘરના રૂમમાં પંખા સાથે રૂમાલ બાંધીને ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. ડીંડોલી પોલીસને જાણ કરાતા ઘટના સ્થળે દોડી આવી હતી દિપકના પરિવારમાં પત્ની,ત્રણ પુત્ર અને માતા -પિતા ભાઈ સાથે રહેતો હતો પોતાના ઘરની સામેજ ફ્રૂટની દુકાન ચલાવતો હતો.

દિપક પબજી ગેમનો શોખીન હતો સરકાર દ્વારા પબજી ગેમ પર પ્રતિબંધ મુકવામાં આવતા દિપકના પિતાએ પરિવાર અને સોસાયટીમાં મીઠાઈ પણ વેચી હતી. પબજી ગેમ થી પુત્ર દૂર થઈ આવે કામ ધંધો કરી શકશે પરંતુ પબજી ગેમ બંદ નથી થતા દિપક વધુ સમય પબજી ગેમ રમવામાં કાઢી દેતો હતો. પિતાએ PUB G રમવા બાબતે ઠપકો આપતા દીપકેએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાનું પરિવારજનોએ જણાવ્યું હતું.

Latest Stories