સુરત: શહેર સહિત ગ્રામ્ય વિસ્તારના સ્મશાનગૃહોમાં અંતિમસંસ્કાર માટે કતાર

New Update
સુરત: શહેર સહિત ગ્રામ્ય વિસ્તારના સ્મશાનગૃહોમાં અંતિમસંસ્કાર માટે કતાર

દિનપ્રતિદિન વધતાં કોરોના સંક્રમણ વચ્ચે મૃત્યુયાંકમાં પણ વધારો જોવા મળતા સ્મશાનોમાં વેટિંગ જોવા મળી રહ્યું છે, ત્યારે હવે સુરત શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં પણ સ્મશાનગૃહો ઉભરાઇ રહ્યા છે.

સુરત શહેર તેમજ જિલ્લામાં કોરોના બેકાબૂ બની રહ્યો છે સાથે સાથે મૃતકોની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. બે દિવસ અગાઉ સુરત શહેરમાં સ્મશાન ભૂમિમાં વરવા દ્રશ્યો જોવા મળ્યા હતાં જે દ્રશ્યો હવે સુરતના ગ્રામીણ વિસ્તારમાં પણ જોવા મળી રહ્યા છે. કડોદરા ગામે આવેલ સ્મશાન ભૂમિના આ દ્રશ્યો છે, જેમાં 22 થી વધુ કોરોનાથી મૃત્યુ પામનારા મૃતદેહો અહીં આવી રહ્યા છે. વધતાં સંક્રમણ વચ્ચે શહેર સહિત ગ્રામીણ વિસ્તારના આ સ્મશાનના દ્રશ્યો પણ ભયાનક છે. મૃતદેહોની સંખ્યા વધતાં અહિયાં પણ અંતિમક્રિયા માટે વેટિંગમાં રહેવું પડે છે.

સ્મશાન ભૂમિમાં અગ્નિદાહ માટે યોગ્ય વ્યવસ્થા નથી, તો બીજી તરફ હંગામી ચીમનીઓ મૂકી અગ્નિદાહ કરવામાં આવી રહ્યો છે. સ્મશાન અંગે તંત્ર અવગત જ ન હોય તેમ જણાઈ રહ્યું છે. કોઈ અધિકારી અહીં મુલાકાત સુદ્ધા લેતું નથી. જ્યારે ગેસ ચીમનીઓ વધારવા પણ સંચાલકો અપીલ કરી રહ્યા છે.

Latest Stories