/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/12/03172250/maxresdefault-40.jpg)
સુરત શહેરમાં ઘોડા-બગી ધારકોએ વનિતા વિશ્રામથી કલેક્ટર કચેરી સુધી ઘોડા-બગી રેલી યોજાઇ હતી. જેમાં ઘોડા-બગી તેમજ ઝુમ્મરના શણગારને લગ્ન પ્રસંગમાં પરવાનગી આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.
દેશમાં વધી રહેલું કોરોનાનું સંક્રમણ અટકાવવા સરકાર દ્વારા લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું. ત્યારબાદ અનલોકમાં અનેક ધંધા રોજગારો કોરોનાની ગાઈડલાઈન મુજબ શરૂ કરવા મંજૂરી આપવામાં આવી છે. લોકડાઉન અને અનલોક શરૂ થયાના 8 મહિના થવા છતા ઘોડા-બગી, ઝુમ્મર, સાઉન્ડ સિસ્ટમવાળાને કોઈપણ પ્રસંગમાં છૂટછાટ નહીં આપવામાં આવતા ઘોડા બગી-ઝુમ્મર રેલી યોજી પરવાનગી આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.
દેવ દિવાળી બાદ લગ્નની સિઝન પૂરજોશમાં ચાલતી હોવાથી લગ્નમાં વરધોડા સાથે ફરતા ઘોડા, બગી, ઝુમ્મર, સાઉન્ડ સિસ્ટમ, બેન્ડ, ઢોલ-નગારાવાળાની ભારે ડિમાન્ડ રહેતી હોય છે. પરંતુ આ વર્ષે કોરોનાએ એવુ ગ્રહણ લગાડ્યું છે કે, છેલ્લા 8 મહિનાથી તમામ રોજી રોટી વિહોણા થઇ ગયા છે, ત્યારે ઘોડા-બગી રેલી રેલી યોજી વિવિધ બેનરો સાથે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર રજૂઆત કરવામાં આવી હતી.