આમ તો લોકો સામાન્ય રીતે બિલાડીના રડવાના કે, રોડ ક્રોસ કરવો કે અવાજને અપશુકન માને છે. પણ સુરતના સચિન જીઆઇડીસી વિસ્તારમાં એવી ઘટના બની જેમાં બિલાડીના કારણે એક દીકરી સાથે બનાવ બનતો અટકી ગયો. બિલાડીના રડવાના અવાજે 13 વર્ષની બાળકી સાથે થઇ રહેલા ગંભીર કૃત્યમાંથી ઉગારી લીધી હતી.
સુરતના સચિન જીઆઇડીસી વિસ્તારમાં રહેતા પરપ્રાંતીય પરિવારની મહિલા 4 દિવસ અગાઉ પરિવાર સાથે નજીકમાં રહેતી બહેનના ઘરે જમવા ગઇ હતી. જ્યાંથી પતિ સંચા ખાતામાં નોકરી પર જવા નીકળી ગયો હતો, અને મહિલા તેના 2 પુત્ર અને પુત્રી તથા બહેનની પુત્રી સાથે પરત ઘરે આવી હતી. જોકે, રાત્રે મહિલા તેની પુત્રી અને બહેનની દીકરી સાથે ઘાબા પર સૂઈ ગઈ હતી. તે દરમ્યાન અંદાજીત 12 વાગ્યાના અરસામાં બિલાડીના રડવાનો અવાજ આવતા દીકરીની માતા અચાનક જ જાગી ગઇ હતી, અને ત્યાં એક દીકરી બાજુમાં જોતા ગાયબ હતી. જેથી મહિલાએ દીકરી કયાં છે, તેવો અવાજ આપ્યો હતો. જેથી દીકરીએ મારે પાણી પીવું હોવાથી પાણી લેવા ગઇ છે.
પરંતુ આવી નથી. આમ માતાને ચિંતા થઈ હતી, જેથી દીકરીની માતા તુરંત જ ઘરમાં દોડી ગઇ હતી. પરંતુ દીકરીની ત્યાં પણ નહીં હોવાથી આજુબાજુમાં શોધખોળ કરી હતી. આમ દીકરીની માતા ચિંતામાં મુકાઈ ગઈ હતી, અને તાત્કાલિક આજુબાજુના લોકો જગાડતા લોકો પણ ત્યાં આવ્યા હતા. તે દરમ્યાનમાં રહેણાંક ઘર નજીક પાણીના પ્લાન્ટમાંથી માસૂમ દીકરીનો અવાજ આવતો હોવાથી મહિલા ત્યાં દોડી જઈ દરવાજો ખખડાવ્યો હતો. પરંતુ દરવાજો કોઇએ ખોલ્યો ન હતો. જેથી દીકરીની માતા અને પડોશી દંપતીને જાણ કરી હતી. જે પડોશી વ્યક્તિએ તુરંત જ પાણીના પ્લાન્ટના ધાબા પરથી અંદર જઇ દીકરીને બચાવી હતી. અને હવસખોર નરાધમ અમનસીંગને પકડી લીધો હતો.
આમ દીકરી જણાવ્યું હતું કે, પાણી લેવા ધાબા પરથી નીચે ઉતરી ત્યારે અમન ઘરના આંગણામાં ઉભો હતો અને હાથ પકડીને પ્લાન્ટમાં લઇ જઇ નિર્વસ્ત્ર કરી બિભત્સ હરકતો કરી હતી. બાદમાં દીકરીએ પ્રતિકાર કરતા મોઢું દબાવી મારી નાંખવાની ધમકી આપી હતી. પરિવારે રાત્રીના સમયે આ બાબતે સચિન જીઆઇડીસી પોલીસ સ્ટેશનમાં નરાધમ વિરુદ્ધ ફરિયાદ કરી હતી. જેથી પીઆઇ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી નરાધમને ઝડપી પાડ્યો હતો.

Deprecated: File Theme without comments.php is deprecated since version 3.0.0 with no alternative available. Please include a comments.php template in your theme. in /home/u830939772/domains/gujarati.connectgujarat.com/public_html/wp-includes/functions.php on line 6170