સુરત : સ્માર્ટ સિટીમાં ૨૦ વર્ષથી પીવા માટેનું પાણી ટેન્કર મારફતે ભરતા લોકો

સુરત : સ્માર્ટ સિટીમાં ૨૦ વર્ષથી પીવા માટેનું પાણી ટેન્કર મારફતે ભરતા લોકો
New Update

સુરતના ડિંડોલી વિસ્તારમાં પીવાના પાણીને લઇને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે પાણીના કનેક્શન ન હોવાના કારણે રહીશોને મનપાના ટેન્કર પાણી ભરવાની નોબત પડી છે.

સુરત સ્માર્ટ સિટી શહેરમાં પણ આજે લોકો ટેન્કર પર પાણી ભરતા નજરે પડી રહ્યા છે. ડીંડોલી વિસ્તારમાં આવેલ શિવાજીનગર ના રહીશોને ટેન્કર પાણી ભરવાની નોબત પડી રહી છે. શિવાજીનગર બાલાજી નગર ન્યુ બાલાજી નગર ના રહીશો છેલ્લા ૨૦ વર્ષથી પીવા માટેનું પાણી ટેન્કર મારફતે ભરી રહ્યા છે ત્યારે પ્રશ્ન એ ઉભો થાય છે સ્માર્ટ સીટી વિસ્તારમાં આજે પણ લોકો પાણી ટેન્કર પર ભરતા દેખાઈ રહ્યા છે.

પાણી સમસ્યા ને લઈને રહીશ એ જણાવ્યું હતું કે છેલ્લા ૨૦વર્ષથી અમારા વિસ્તારમાં હજુ સુધી પાણી લઈને આવી નથી તેમજ પીવાના પાણી માટે સવારે વહેલા ઉઠી ને પાણીના ટેન્કર ની રાહ જોવી પડે છે પાણી ભરતી વખતે અંદર અંદર ઝઘડો પણ કરતા હોય છે. પાણીની લાઈન ને લઈ અનેક વખત રજૂઆતો કરી છે પણ આજ સુધી અમને પાણીની સુવિધા પુરી પાડવામાં આવતી નથી.

શિવાજી નગરમાં સો મીટર માં જ પાણીની ટાંકી આવેલી છે અને રહીશોને ટેન્કર પર પાણી ભરવાની નોબત પડી રહી છે અને જો ટેન્કર સમય અનુસાર ન આવે લોકોને મહિને ૬૦૦ રૂપિયા નું પીવા માટેનું પાણી વેચાણથી લેવું પડે છે જ્યારે રોજીના ઘર વપરાશ માટે બોરિંગનું ખારું પાણી મહિને ૨૦૦ રૂપિયા ચૂકવીને લેવું પડે છે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને પાણીની વેચાણથી લેવું ભારે અઘરું પડી રહ્યું છે.

Here are a few more articles:
Read the Next Article