અંકલેશ્વર અમરતપુરા ગામ પાસે બ્રિજ નીચેથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે.પોલીસે મૃતદેહનો કબ્જો મેળવી તેની ઓળખ માટે ચક્રોગતિમાન કર્યા છે.

અંકલેશ્વર નજીક આવેલા અમરતપુરા ગામ પાસે બ્રિજ નીચેથી એક અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવતાં સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ હતી. બ્રિજ નીચે લાશ તરતી હોવાની જાણ થતાં જ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને બ્રિજ પર ટોળાં ઉમટી પડ્યા હતા.ઘટના અંગે સ્થાનિકો દ્વારા તાત્કાલિક પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવી હતી. ઘટના સ્થળે પહોંચેલી ફાયર બ્રિગેડની ટીમે ભારે જહમત બાદ મૃતદેહને બહાર કાઢ્યો હતો. પોલીસે સ્થળ નિરીક્ષણ કરી મૃતદેહનો કબ્જો મેળવ્યો હતો અને તેને પંચનામું કર્યા બાદ પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો હતો.મૃતક કોણ હતો અને તેનું મોત કયા કારણોસર થયું છે, તે અંગે પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. હાલ પોલીસે મૃતકની ઓળખ પ્રસ્થાપિત કરવા આસપાસના વિસ્તારોમાં ગુમ થયેલા લોકોની માહિતી મેળવવાની તજવીજ શરૂ કરી છે.