/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/11/12202920/3-3.jpg)
સુરત શહેરમાં વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ આચરાયાની શર્મશાર ઘટના બનવા પામી છે. સ્કૂલ વાનમાં વિદ્યાર્થીનીને સ્કૂલે મોકલતા વાલીઓ માટે ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ધોરણ 9માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની સાથે સ્કૂલ વેન ચાલકે દુષ્કર્મ આચરી કલંકિત કરી છે.એટલું જ નહીં સમગ્ર વાતનો ભાંડો ફૂટતા કિશોરીને અપહરણ કરી ધમકી આપવામાં આવી હતી. આ બાબતે પુણા પોલીસએ ફરિયાદના આધારે બે મહિલા અને એક નરાધમ પુરુષની ધરપકડ કરી છે.
સુરતના પુણા વિસ્તારમાં 15 વર્ષીય વિદ્યાર્થીની પુણા વિસ્તારથી દૂર અભ્યાસ કરતી હોઈ અને પોતે સ્કુલ જવા તેના માતા પિતાએ સ્કૂલ જવા તેને વેન કરાવી હતી. ત્યાં વેનનો ડ્રાયવર પોતાની દાનત ખરાબ હોઈ તેણે આ કિશોરીને સ્કૂલએ આવતા જતા મીઠી મીઠી વાતો કરી અને પોતાની પ્રેમ જાળમાં ફસાવી હતી. પોતે પરણિત હોવા છતાં આ કિશોરીને લગ્નની લાલચ આપી અને ત્યારબાદ તેણે આ કિશોરીને અલગ અલગ જગ્યાએ લઈ જઈને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું.
સમગ્ર ભાંડો તો ત્યારે ફૂટ્યો જ્યારે આ નરધામની પત્નીને તેની કરતૂતની ખબર પડી અને આ કિશોરીને સમજાવા માટે મહિલા તેની બહેન સાથે તેના ઘરે ગઈ હતી અને ત્યાં આ માહિલા એ આ કિશોરી સાથે મારામારી કરી અને કિશોરીને તેનું કારમાં અપહરણ કરી તેને ત્યાંથી અપહરણ કરી લઈ ગયા હતા. સમગ્ર મામલે ભોગ બનનાર પરીવારએ પુણા પોલીસનો સંપર્ક સાધતા પોલીસએ તરત જ હરકતમાં આવી અને આ અપહરણકર્તાના ચૂંગલમાંથી છોડાવી અને ત્યાં આ કિશોરીને પરીવાર સાથે મિલન કરાવ્યું હતું. પોલીસએ પૂછપરછ કરતા વિદ્યાર્થીનીએ સમગ્ર હકીકત જણાવી હતી કે સ્કૂલ વેન વારા અંકલ છે તે તેની સાથે લગન કરશે તેવું કહી સતત 2 વર્ષ થી તેની સાથે ગંદુ કામ કરતા હતા. આ સાંભળી પોલીસ પણ ચોંકી ઉઠી અને આ નરધમ વિરુદ્ધ પોસ્કો અને દુષ્કર્મ અને અપહરણની ફરિયાદ દાખલ કરી તેની ધરપકડ કરી છે, ત્યારે આ અપહરણમાં સાથ આપનાર અને બે મહિલાની પણ પોલીસએ ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી..