સુરત : રાજ્યના મુખ્યમંત્રીના હસ્તે ગાંધીનગરથી કરાયું "કોવિડ વિજય રથ"નું ઇ-પ્રસ્થાન, જાણો ક્યાં 5 જીલ્લામાં ફરશે રથ..!

New Update
સુરત : રાજ્યના મુખ્યમંત્રીના હસ્તે ગાંધીનગરથી કરાયું "કોવિડ વિજય રથ"નું ઇ-પ્રસ્થાન, જાણો ક્યાં 5 જીલ્લામાં ફરશે રથ..!

સુરત શહેર તથા જિલ્લામાંકોરોના અંગે જનજાગૃતિ લાવવાના પ્રયાસે કોવિડ વિજય રથનું ફરશે, ત્યારે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા ડિજિટલ માધ્યમથી રથનેઇ-પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.

રાજ્યમાં કોવિડ વિજયરથ  હેઠળ લોકોમાં જનજાગૃતિ લાવવાના પ્રયાસરૂપે રાજ્ય સરકાર દ્વારા અનોખા અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ અભિયાન હેઠળ રાજ્યના જુનાગઢ,ભુજ,અમદાવાદ,પાલનપુર અને સુરતમાટે મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા ગાંધીનગરથી ઇ-પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.

રાજ્યના 5 જેટલા અલગ અલગ ઝોનમાંકોવિડ વિજયરથના માધ્યમથી કોરોના વાયરસ અંગે જનજાગૃતિ અભિયાન ચલાવવમાં આવશે. સુરત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર ધવલ પટેલ,સાંસદ દર્શના જરદોષ,મેયર જગદીશ પટેલ સહિતસ્થાનિક પ્રશાસનના પદાધિકારીઓ કોવિડ વિજય રથના ઇ-પ્રસ્થાન કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.

Latest Stories