/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2021/04/21092718/2-7.jpg)
સુરત શહેરના એક શિક્ષક દ્વારા ઘઉંની રંગોળી બનાવી કોરોના વિશે લોકોમાં જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે. આ રંગોળીમાં તેઓએ માસ્ક પહેરો, સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવો, ઘરમાં રહો અને રસી મુકાવો જેવા સંદેશાઓ આપી લોકોને જાગૃત કરવાનો પ્રયાસ કર્યો છે.
સુરત શહેરમાં એક જ દિવસમાં 326 જેટલા કોરોનાના કેસ ઘટ્યાં હોવાનું સામે આવ્યું છે. શહેર તથા જિલ્લામાં સોમવારની સરખામણીમાં પણ મોતનો ઘટાડો નોંધાયો હતો. ગત સોમવારે 30 લોકોના મોત નોંધાયા હતા, જ્યારે મંગળવારે સરકારી ચોપડે 25 લોકોના મોત નોંધાયા હતા. સિવિલ હોસ્પિટલમાંથી મંગળવારના રોજ 64 અને સ્મીમેર હોસ્પિટલમાંથી 41 મૃતદેહને કોરોના ગાઈડલાઈન પ્રમાણે અંતિમવિધિ કરાઇ હતી.
કોરોનાના કપરા કાળ વચ્ચે લોકો ઘણા ડરી ગયા છે. જોકે હવે લોકોએ સંયમ રાખવાની જરૂર છે. તો સાથે જ હવે લોકોએ સરકારની ગાઈડલાઇનનું પાલન અને સાવચેતી પણ રાખવી અનિવાર્ય બની ગયું છે, ત્યારે લોકોમાંથી ડર દૂર કરવા સુરત શહેરના એક શિક્ષકે ઘઉંની રંગોળી બનાવી કોરોના વિશે જાગૃતિ ફેલાવવાનો સુંદર પ્રયાસ કર્યો છે. શિક્ષક વિનોદ જાદવે ઘઉંની રંગોળીમાં માસ્ક પહેરો, સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવો, ઘરમાં રહો અને રસી મુકાવો જેવા અનેક સંદેશાઓ આપ્યા હતા. જોકે હવે લોકોમાં રહેલી હકારાત્મક વિચારસરણી જ કોરોના સામે જંગ જીતવા મદદરૂપ થશે તેમ લાગી રહ્યું છે.