કોરોનાના સંક્રમણ વચ્ચે સુરત શહેરના ઉધના ખાતે આવેલ ગાયત્રી સોસાયટીમાં સંચાલક દ્વારા ટ્યુશન કલાસ શરૂ કરી દેવામાં આવ્યો હતો. જોકે ચાલુ ક્લાસના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા સંચાલકે તાત્કાલિક ટ્યુશન ક્લાસ બંધ કર્યો હતો.
કોરોના સંક્રમણના કારણે સરકાર દ્વારા શાળા-કોલેજ સહિત ટ્યુશન ક્લાસીસ બંધ રાખવા આદેશ અપાયા છે, જ્યારે કોરોનાના કહેર વચ્ચે સુરત શહેરના ઉધના વિસ્તારના ગાયત્રીનગરમાં સરસ્વતી ક્લાસીસમાં શિક્ષણ કાર્ય શરૂ કરી દેવાયું હતું. જોકે કોરોનાની ગાઈડલાઈનનો ભંગ થઈ રહ્યો હોવાના વિડીયો વાયરલ થતા ટ્યુશન સંચાલકે ક્લાસને તાત્કાલિક બંધ કર્યો હતો. જેમાં કોરોના કહેર વચ્ચે વિદ્યાર્થીઓને જીવના જોખમે શિક્ષણ આપવામાં આવ્યું રહ્યું હોવાનું સામે આવ્યું હતું.
સમગ્ર મામલે ટ્યુશન ક્લાસીસના સંચાલક રીંકેશ ખત્રીએ જણાવ્યુ હતું કે, હાલ વિદ્યાર્થીઓની કેમ કસોટી ચાલી રહી છે. છેલ્લા 6 મહિનાથી ક્લાસ બંધ છે. જોકે એકમ કસોટી હોવાથી વિદ્યાર્થીઓને એક દિવસ માટે બોલાવ્યા હતા. ઉપરાંત ટ્યુશન ક્લાસ બંધ હોવાથી ભાડા આપવાની તકલીફ સાથે આર્થિક સ્થિતિથી પણ પીડાઈ રહ્યા છે. જોકે ક્લાસીસના સંચાલકે ક્લાસ ચાલુ રાખવા બાબતે માફી માંગી હતી. જોકે બાળકોને જીવના જોખમે અભ્યાસ અપાતાં ટ્યુશન સંચાલક વિરુદ્ધ લોકોમાં રોષ પણ જોવા મળ્યો હતો.