સુરત : ઉધનાની મોબાઈલ શોપમાં તસ્કરોનો હાથફેરો, ચોરીની ઘટના થઈ CCTVમાં કેદ

New Update
સુરત : ઉધનાની મોબાઈલ શોપમાં તસ્કરોનો હાથફેરો, ચોરીની ઘટના થઈ CCTVમાં કેદ

સુરત શહેરના ઉધના વિસ્તારમાં આવેલ પટેલનગર નજીક એક મોબાઈલ શોપમાં 3 જેટલા તસ્કરોએ ત્રાટક્યા હતા. જોકે મોબાઈલ શોપમાં ચોરી કરવા ત્રાટકેલા તસ્કરોની તમામ કરતૂત CCTV કેમેરામાં કેદ થઈ જવા પામી હતી. સમગ્ર ઘટના અંગે પોલીસે CCTV ફૂટેજના આધારે તસ્કરોનું પગેરું મેળવવા કવાયત હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર, ઉધના વિસ્તારના પટેલનગર નજીક આવેલ શ્રી સિદ્ધિવિનાયક મોબાઇલ શોપમાં ગત રાત્રિના સમયે તસ્કરોએ ધારદાર હથિયારથી દુકાનનું શટર ઊંચુ કરી દુકાનમાં પ્રવેશ કર્યો હતો. મોઢે માસ્ક બાંધીને આવેલા તસ્કરોએ થેલામાં મોબાઈલ સહિત અન્ય વસ્તુઓ પર હાથફેરો કર્યો હતો. જેમાં મોબાઈલ, એસેસરિઝ અને રોકડની ચોરી થતાં અંદાજે 80 હજારથી વધુના મુદ્દામાલની ચોરી થઈ હોવાનું બહાર આવ્યુઈ છે. સમગ્ર મામલે દુકાન માલિકે ઉધના પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. હાલ તો પોલીસે CCTV ફૂટેજના આધારે તસ્કરોનું પગેરું મેળવવા કવાયત હાથ ધરી છે.

Latest Stories